ભાટપોરના હુક્કાબાર પર પોલીસની રેડ, 2ની ધરપકડ

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
શહેરનાછેવાડે ભાટપોર ગામમાં આવેલી ઓરો યુનીર્વસીટીની પાછળ પફ કેફેમાં હુક્કાબાર પરવાનગી વગર ચાલી રહયું છે.

બાતમીના આધારે ઈરછાપોર પોલીસે રેડ કરીને ત્યાંથી એક હુક્કો અને ત્રણ ફલેવર જપ્ત કરી માલિક સમીર જવાહરલાલ વર્મા(રહે,માધવદિપ રો હાઉસ, અડાજણ) તથા ચિતંન ભરત પટેલ(રહે,હેતલનગર સોસાયટી, નવયુગ કોલેજ, રાંદેર)ની ધરપકડ કરી હતી. વધુમાં પોલીસે જણાવ્યું કે હુક્કાબારમાં કોલેજીયન યુવકો આવતા હતા. જેના કારણે ઈરછાપોર પોલીસને માહિતિ મ‌ળતા આખરે રેડ કરીને કાર્યવાહી કરી હતી.

જો કે નવાઈની વાત છે કે પોલીસે રેડ કરી ત્યારે એક પણ હુક્કા પીતો યુવક કે યુવતિ મળી તે એક મોટી શંકા ઉભી કરે છે.બાકી હુક્કાબારમાં કોલેજીયન યુવક-યુવતિઓ હુક્કો પીવા માટે આવતા હોવાની વાત છે. જો કે ઈરછાપોર પોલીસે બાબતે કોઈ સત્તાવાર સમર્થન આપ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...