ઇન્ફ્રાસ્ટ્રકચર રિપોર્ટર . સુરત

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ઇન્ફ્રાસ્ટ્રકચર રિપોર્ટર . સુરત

મહાપાલિકામાંઓર્ગેનિક વેસ્ટના નિકાલ માટેની બાયર્સ-સેલર્સ મીટ મંગળવારે એક કલાક મોડી શરૂ થતાં હાજર રહેલા હોટેલિયર્સ, રેસ્ટોરાં ઓનર્સ અને બિલ્ડરોએ ભારે હોબાળો મચાવી દીધો હતો તેમજ કેટલાક તો કાર્યક્રમ છોડીને જવા માટે પણ તૈયાર થઇ ગયા હતા. પરંતુ મેયર અને સ્થાયી સમિતિના ચેરમેને દિલગીરી વ્યક્ત કરતાં કાર્યક્રમ એક કલાક બાદ શરૂ થઇ શક્યો હતો.

અંગે પાલિકાના સૂત્રો પાસેથી જાણવા મળતી માહિતી અનુસાર, શહેરમાં ઓર્ગેનિક વેસ્ટના નિકાલ કરવાની વ્યવસ્થા હોટલ્સ, રેસ્ટોરાં તથા 20 હજાર ચોરસ મીટર કરતા મોટી સોસાયટીએ જાતે કરવા માટેનો નિયમ કેન્દ્રના પર્યાવરણ વિભાગે લાગુ કર્યો છે.

તેથી પાલિકાએ થોડા દિવસો અગાઉ હોટલ્સ, રેસ્ટોરાંના સંચાલકો અને બિલ્ડરો સાથે એક બેઠક યોજી હતી. ત્યાર બાદ ઓર્ગેનિક વેસ્ટના નિકાલ કરવાની વ્યવસ્થા ઊભી કરવા માટેના મશીન પૂરા પાડતી કંપનીના સંચાલકો સાથે બેઠક યોજવાનો નિર્ણય કરાયો હતો. બેઠક મંગળવારે સિટિલાઇટ રોડ પર આવેલા સાયન્સ સેન્ટર ખાતે સવારે 9:45 કલાકે રાખવામાં આવી હતી. તેમાં 350થી વધુ હોટલ્સ, રેસ્ટોરાં ઓનર્સ, બિલ્ડર સહિતના પ્રતિનિધિઓ હાજર રહ્યા હતા. તેમાં ઓર્ગેનિક વેસ્ટ કર્ન્વટર બનાવનારી 8 કંપનીઓએ પણ ઉપસ્થિત રહીને ઓર્ગેનિક વેસ્ટનો કેવી રીતે નિકાલ કરાય છે તેનું લાઇવ પ્રદર્શન આપ્યું હતું.જો કે, બેઠક 9:45ને બદલે 10:30 કલાક સુધી શરૂ નહીં થતાં હાજર રહેલા લોકોએ ભારે હોબાળો મચાવી દીધો હતો. પૈકી કેટલાક લોકોએ તો બેઠકને છોડી જવાની તૈયારી પણ દાખવી હતી. બાબતે મેયરે માફી પણ માંગી લીધી હતી.

લાઇવ ડેમોસ્ટ્રેશન જોવાને કારણે મોડું થયું

ઓર્ગેનિકવેસ્ટનો નિકાલ કેવી રીતે કરાય છે તે માટેનું લાઇવ ડેમોસ્ટ્રેશન પણ સાયન્સ સેન્ટર ખાતે રાખવામાં આવ્યું હતું, તેથી કામગીરી કેવી રીતે થાય છે તેને નિહાળવા માટે મેયર સહિતના પદાધિકારીઓ ગયા હતા. કામગીરીનું લાઇવ ડેમોસ્ટ્રેશન જોવામાં બાયર્સ અને સેલર્સ મીટના કાર્યક્રમમાં પહોંચવામાં મોડું થયું હતું.

કેટલાકે તો ચાલતી પકડી, મેયર અને સ્થાયી ચેરમેને માફી માંગતાં મામલો થાળે પડ્યો

અન્ય સમાચારો પણ છે...