• Gujarati News
  • Local
  • Gujarat
  • Surat
  • રીફંડની લાલચે કેમિકલ ઇજનેરે રૂ.76,400ની રકમ ગુમાવી

રીફંડની લાલચે કેમિકલ ઇજનેરે રૂ.76,400ની રકમ ગુમાવી

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
અત્યાર સુધી બેંકમાંથી કે મેનેજરના નામે કે પછી કાર્ડ બ્લોક થયાની વાત કરીને લોકોની પાસેથી એટીએમનો નંબર સહિતની વિગતો લઈને ગણતરીની મિનિટોમાં હજારોની રકમ ઓનલાઇન ટ્રાન્સફર કરી લેતા હતા. જો કે ચીટર ટોળકીએ હવે લોકોને છેતરવાનો નવો કીમિયો અપનાવ્યો છે.

હજીરા પોલીસ મથક પરથી પ્રાપ્ત વિગતો અનુસાર, હજીરાની કંપનીમાં કેમિકલ એન્જિનિયર સુનીલ ઘનીરામ શર્મા પર ગત મે માસમાં અજાણ્યાનો કોલ આવ્યો હતો.જેમાં રીફંડની રકમ માટે રૂ.7300 ઓનલાઇન ભરીને રીફંડની રકમ પાછી મળશે એવી લાલચ આપીને તેને વિશ્વાસમાં લઈને તેની પાસેથી એટીએમ નંબર અને તેનો પાસવર્ડ સહિતની વિગતો લઈ લીધી હતી. વિગતો લઈને ભેજાબાજએ ગણતરીની મિનિટોમાં તેના બેંક ખાતામાંથી ટુકડે-ટુકડે કરીને રૂ.76400ની રકમ ઉપાડી લીધી હતી. કેમિકલ એન્જિનિયરે પહેલા દિલ્હી પોલીસમાં ફરિયાદ કરી હતી.

હજીરા પોલીસે આઈટી એક્ટનો ગુનો અજાણ્યા સામે દાખલ કર્યો હતો.

પહેલાં દિલ્હી પોલીસ બાદ સુરતમાં ફરિયાદ ટ્રાન્સફર કરાઈ

અન્ય સમાચારો પણ છે...