તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Surat
  • સુરત | જૈનાચાર્યવિમલ સાગર સૂરિજી ગુરુવારે ધર્મસભાને સંબોધતા કહ્યું હતું

સુરત | જૈનાચાર્યવિમલ સાગર સૂરિજી ગુરુવારે ધર્મસભાને સંબોધતા કહ્યું હતું

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સુરત | જૈનાચાર્યવિમલ સાગર સૂરિજી ગુરુવારે ધર્મસભાને સંબોધતા કહ્યું હતું કે, નવરાત્રિ દૈવિક શક્તિઓની સાધનાનો શ્રેષ્ઠ સમય હોય છે. સામાન્ય દિવસો કરતાં નવરાત્રિના વિશિષ્ટ દિવસોમાં કરેલી સાધનાઓ તત્કાળ ફળદાયી બને છે. પવિત્ર દિવસોમાં સાત્વિક જીવનશૈલી પૂર્વક બ્રહ્મચર્યનું પાલન કરી વધુમાં વધુ પુજા-અર્ચના, વ્રત ઇત્યાદિ કરવા જોઇએ. વૈદિક તેમજ જૈન સાહિત્યમાં જીવનને શક્તિ અને સામર્થ્યથી ભરપૂર બનાવવા માટે નવરાત્રિના દિવસોમાં વિશેષ સાધના-ઉપાસના કરવાના અનેક ઉલ્લેખો છે.

ભટાર શ્રી બુદ્ધિ-વીર વાટીકામાં ભાવિકોને સુંદર માર્ગદર્શન જૈનાચાર્ય વિમલસાગરજીએ આવ્યું હતું.

દૈવીય શક્તિની સાધના માટે નવરાત્રિ શ્રેષ્ઠ

અન્ય સમાચારો પણ છે...