• Gujarati News
  • કાપડ માર્કેટ વિસ્તારમાં ટ્રાફિકની સમસ્યા અંગે ફોસ્ટાની રજૂઆત

કાપડ માર્કેટ વિસ્તારમાં ટ્રાફિકની સમસ્યા અંગે ફોસ્ટાની રજૂઆત

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
રિંગરોડ ઉપર માર્કેટ વિસ્તારમાં ખાનગી વાહનોના ગેરકાયદે પાર્કિંગ તેમજ ટ્રાફિકની સમસ્યા બાબતે ફોસ્ટાના હોદ્દેદારોએ આજે ફરી એકવાર પોલીસ સત્તાધિશોને રજૂઆત કરી હતી. ફોસ્ટાના અધ્યક્ષ સાવર પ્રસાદ બુધિયા,મહામંત્રી ચંપાલાલ બોથરા, જયલાલ, જિતેન્દ્ર કાસોદરિયા, દેવ સંચેતી,રંગનાથ શારડા સહિતના હોદ્દેદારોએ આજે આસિસ્ટન્ટ પોલીસ કમિશનર એમ.જે.પટેલને રૂબરૂ મળીને રિંગ રોડની ટેક્સ્ટાઇલ માર્કેટ વિસ્તારની ટ્રાફિક સમસ્યાના નિકાલ માટે રજૂઆત કરી હતી. હરિઓમ માર્કેટ પાસે ટેમ્પોના થતા ગેરકાયદે પાર્કિંગ, હરિઓમ માર્કેટથી ન્યુ પશુપતિ માર્કેટ સુધી તેમજ આદર્શ માર્કેટથી હરિકૃષ્ણ માર્કેટ સુધી વાહન પાર્કિંગ તેમજ અન્ય સમસ્યાના નિવારણ માટે તથા આર.કે.ટી. માર્કેટથી સહરા દરવાજા સુધી રોડ ડિવાઇડર બનાવવામાં આવે તો પીક અવર્સમાં ટ્રાફિકની સમસ્યાનો હલ આવી શકે તેમ ફોસ્ટાના હોદ્દેદારોએ જણાવ્યું હતું.