તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

શોકની લાગણી

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
સાવરકુંડલાતાલુકાના જીરા ગામના ગૌભક્ત લક્ષ્મણભાઇ બોરડનું અવસાન થતા વિસ્તારમાં ઘેરા શોકની લાગણી ફરી વળી હતી. 20 વર્ષથી તેઓ અહિં કોઇ પ્રસિધ્ધી વગર પોતાના ખર્ચે ગૌશાળા ચલાવતા હતા અને ગરીબ પરિવારોને પણ મદદ કરતા હતાં. સાવરકુંડલાના જીરા ગામના લક્ષ્મણભાઇ બોરડે 20 વર્ષ પહેલા પોતાની જમીનમાં ગૌશાળા બનાવી સેવાની જ્યોત જલાવી હતી. આજે અહિં 70 ગાયોની સેવા કરવામાં આવી રહી છે. સુખી પરિવાર અને સુરત-મુંબઇમાં રહી વ્યાપાર કરતા પરિવારનો મોભી એવા 66 વર્ષના લક્ષ્મણભાઇએ ગામમાં પ્રવેશદ્વાર અને રામાપીરનુ મંદિર પણ સ્વખર્ચે બનાવી આપ્યુ છે. લક્ષ્મણભાઇ બોરડે પોતાની ગૌશાળાની ગાયોનુ દુધ ક્યારેય વેચ્યુ હતું પરંતુ લોકોમાં વહેંચી દેતા હતાં. આસપાસના ગામોમાં ગરીબ પરીવારોને દવાખાનામાં ગરીબ મહિલાઓને શીરો બનાવીને આપતા હતાં. દર સાલે ગરીબ પરિવારોને જરૂરીયાતની ચિજ-વસ્તુઓની કીટ પહોંચાડતા હતાં. ઉપરાંત પોતાની જમીનમાં ઘાસચારો વાવી ગાયોને ખવડાવતા હતાં. પ્રસિધ્ધીના મોહ વગર મુકસેવક એવા ગૌસેવકની વિદાયથી શોકની લાગણી ફેલાઇ હતી.

ગૌ સેવકની વિદાયથી શોકની લાગણી પ્રસરી. તસવીર- ભાસ્કર

ગ્રામજનો અંતિમ યાત્રામાં જોડાયા

20 વર્ષથી ગૌસેવા કરતા આધેડનું નિધન

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- સમય આકરી મહેનત અને પરીક્ષાનો છે. પરંતુ બદલાતા પરિવેશના કારણે તમે જે નીતિઓ બનાવી છે તેમાં સફળતા ચોક્કસ મળી શકશે. થોડો સમય આત્મ કેન્દ્રિત થઇને વિચારોમાં લગાવો, તમને તમારા અનેક સવાલોનો જવાબ મળી...

  વધુ વાંચો