તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Local
 • Gujarat
 • Surat
 • યુનિવર્સિટીમાં નોન ટીચિંગ સ્ટાફનો કોન્ટ્રાક્ટ પૂરો થતાં વહીવટી કામો અટવાશે

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

યુનિવર્સિટીમાં નોન-ટીચિંગ સ્ટાફનો કોન્ટ્રાક્ટ પૂરો થતાં વહીવટી કામો અટવાશે

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
વીરનર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીમાં કામ કરતા કર્મચારીઓનો કોન્ટ્રાક્ટ પુરો થઇ જતા તેમને છુટા કરી દેવામાં આવ્યા છે. પરીણામે સોમવારથી એક પણ ડીપાર્ટમેન્ટમાં કલાર્કની હાજરી હોવાને કારણે વહીવટી કામો અટવાઇ પડશે.

નર્મદ યુનિવર્સિટીમાં દર વર્ષે નોન-ટીચિંગ સ્ટાફની રજુઆતોને લઇને કંઇક ને કંઇક વિવાદ થતો રહે છે. ડીપાર્ટમેન્ટમાં કામ કરતા કલાર્ક, તેમજ નોન-ટીચિંગ સ્ટાફને દર વર્ષે 11 મહિનાના કોન્ટ્રાક્ટ બેઝ પર રાખવામાં આવે છે. 11 મહિના પછી તેમનો કોન્ટ્રાક્ટ રીન્યુ કરવામાં આવતો હોય છે અને માટે અગાઉથી જાણ પણ કરાતી હતી. જોકે ચાલુ વર્ષે નોન-ટીચિંગ સ્ટાફ દ્વારા છેલ્લા ઘણા મહિનાઓથી પગાર વધારાની માંગણી કરી રહ્યા છે. મામલે સિન્ડિકેટ સભ્ય દ્વારા અનેક વખત રજુઆત કરાઇ છે તેમ છતાં હજુ સુધી કોઇ માંગણી સંતોષવામાં આવી નથી. તેવામાં ચાલુ વર્ષે યુનિવર્સિટી દ્વારા તમામ કોન્ટ્રાક્ટ આધારિત નોન-ટીચિંગ સ્ટાફને છુટા કરી દેવાનો નિર્ણય લીધો છે. અગાઉ છુટા કરી દેવાયા બાદ થોડા દિવસ માટે કર્મચારીઓને નોકરી પર બોલાવવામાં આવતા હોય છે. જોકે ચાલુ વર્ષે અંગે પણ કોઇ ફોડ પાડવામાં નથી આવ્યો પરિણામે સોમવારથી તમામ ડીપાર્ટમેન્ટમાં એકપણ નોન-ટીચિંગ સ્ટાફ જોવા નહી મળે અને વહીવટી કામો પણ અટવાઇ પડે તેવી શક્યતા છે. શનિવારે કોન્ટ્રાક્ટ આધારિત નોન-ટીચિંગ સ્ટાફ દ્વારા મીટિંગ યોજાઇ હતી. જોકે પગાર વધારાની માંગણીને લઇને વિરોધ કરવો કે કેમ તે અંગે કોઇ નિર્ણય લીધો હતો.

નોન-ટીચિંગ સ્ટાફની મિટિંગ મળી

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજનો દિવસ વ્યસ્ત રહેશે. છેલ્લાં થોડા સમયથી તમે જે કામને લઇને કોશિશ કરી રહ્યા હતા, તેને લગતો લાભ પ્રાપ્ત થઈ શકશે. ફાયનાન્સને લગતા મહત્ત્વપૂર્ણ નિર્ણયના પોઝિટિવ પરિણામ સામે આવશે. નેગેટિવઃ- ...

  વધુ વાંચો