તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

IDSમાં 350 કરોડની કબૂલાત તેમ છતાં CBDT માંગે મોર

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
સીબીડીટી( સેન્ટ્રલ બોર્ડ ઓફ ડાયરેક્ટ ટેક્સિસ)એ એક વીડિયો કોન્ફરન્સ દરમિયાન અધિકારીઓને વધુ મહેનત કરીને કાળા નાણાંનો આંક વધુ ઉપર લઈ જવાના આદેશ આપ્યા હતા. માટે વધુ સરવે કરવા કે આઇડીએસ માટે જે લિસ્ટ તૈયાર થઈ છે તે વધારવા માટેની પણ સૂચના આપી હતી. હવે આવનારા 19 દિવસો સર્ચ અને સરવેના ધમધમાટ વચ્ચે વીતે તો નવાઈ નહીં. બોર્ડના નવા આદેશ બાદ અધિકારીઓની નજર હવે વરાછા અને કતારગામના બિલ્ડરો પર મંડરાઈ છે.

આઇડીએસમાં જુન અને જુલાઇ મહિનો ઠંડો રહેતા આઇટી અધિકારીઓ ટેન્શનમાં આવી ગયા હતા. પરંતુ ઓગષ્ટ અને સપ્ટેમ્બરની શરૂઆતથી લાગલગાટ ડિસ્કલોઝર આવતા અધિકારીઓ ગેલમાં આવી ગયા હતા. સ્થતિમાં બોર્ડ દ્વારા શનિવારના રોજ વીડિયો કોન્ફરન્સ યોજવામાં આવી હતી કોન્ફરન્સ અગાઉ અધિકારીઓ ઘણાં કોન્ફિડન્ટ હતા કે કામગીરીના વખાણ થશે. વીસીમાં સુરતની કામગીરીની ચર્ચા થઈ હતી પરંતુ બોર્ડ દ્વારા તરત અધિકારીઓને ચોપડી દેવાયુ હતુ કે સુરતમાંથી હજી વધુ ડિસ્કલોઝર થઈ શકે છે. વધુ મહેનત કરવાની જરૂર છે. પોટેન્સિયલ ઘણું છે. બોર્ડની દિલ માંગે મોર’ ની રણનીતિના લીધે અધિકારીઓ શાંત પડી ગયા હતા. આઇટી સૂત્રોએ કહ્યુ કે સરવે માટે પણ મંડી પડવા જણાવવામાં આવ્યુ છે.

આગામી 19 દિવસો સુધી સર્ચ અને સરવેના ધમધમાટ રહેશે

સુરત પહેલા ક્રમે આવવા માટે હજી ફિગર વધારવા પડશે, વીડિયો કોન્ફરન્સમાં અધિકારીઓને વધુ કાળાં નાણાં શોધવા આદેશ

350 કરોડ ડિસ્કલોઝર છતાં સુરત પાંચમાં સ્થાને

આઇડીએસમાં રૂપિયા 350 કરોડ ડિસ્કલોઝર થવા છતાં સુરત પાંચમા સ્થાને છે. અગાઉ ફટાફટ ડિસ્કલોઝર આવતા સુરત પહેલાં ક્રમે હોવાની અફવા ઉડી હતી. પરંતુ આજની વીડિયો કોન્ફરન્સમાં પણ સ્પષ્ટ થયુ હતુ કે સુરતે પહેલા ક્રમે આવવા માટે હજી ફિગર વધારવા પડશે. નોંધનીય છે કે પહેલાં ક્રમે દિલ્હી છે. ગત અઠવાડિયે પણ લિસ્ટની આજ સ્થિતિ હતી. સી.એ . તોસનીવાલ કહે છે કે જે લોકોએ પેની સ્ટોક અને શેર પ્રિમિયમમાં રોકાણ બતાવ્યુ છેતેઓનેત્યાં હવે સરવેનું પ્રમાણ વધશે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- પોઝિટિવ બની રહેવા માટે થોડી ધાર્મિક અને અધ્યાત્મિક ગતિવિધિઓમાં સમય પસાર કરવો યોગ્ય રહેશે. ઘરની દેખરેખ તથા સાફ-સફાઈને લગતા કાર્યોમાં પણ તમે વ્યસ્ત રહી શકો છો. કોઇ વિશેષ લક્ષ્યને પ્રાપ્ત કરવા ...

  વધુ વાંચો