તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Local
 • Gujarat
 • Surat
 • મહિલાઓને ભોળ‌વી ઘરેણાં પડાવતી તાંત્રિક ગેંગ ઝડપાઈ

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

મહિલાઓને ભોળ‌વી ઘરેણાં પડાવતી તાંત્રિક ગેંગ ઝડપાઈ

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
શહેરમાંફરતા બહુરૂપીયાઓથી લોકોએ સાવચેત રહેવાનો એક કિસ્સો પ્રકાશમાં આવ્યો છે.જેમાં મહિલાના સ્વાંગમાં બહુરૂપીયાઓ બનીને ફરતા પાંચ ચીટરોને ખટોદરા પોલીસે પકડી પાડયા હતા. ટોળકીએ ભટાર વિસ્તારમાં બિલ્ડીંગ કોન્ટ્રાકટરની પત્ની પાસેથી 55 હજારના દાગીના પડાવી લીધા હતા.ભટાર વિસ્તારમાં સુર સંગમ એપાર્ટમેન્ટમાં રહેતી પૂનમબેન ઘનશ્યામ ઠક્કરના ઘરે બે બહુરૂપીયા મહિલાનો વેશ ધારણ કરી આવ્યા હતા અને મહિલા પાસે પહેલા પાણી માંગણી કરી હતી. પાણી પીતી વખતે બન્ને ચીટરોએ મહિલાને વાતોમાં ભોળવીને ઘરમાં તાંત્રિક વિધિની વાત કરી હતી.ચીટરોએ વાતોમાં ભોળવીને મહિલા પાસેથી ઘરેણા કઢાવીને રૂમાલમાં બાંધવાની વાત કરી થોડીવારમાં એક ચીટર રૂ.55 હજારના દાગીના લઈને ફરાર થઈ ગયો હતો.મહિલાનો વેશ ધારણ કરીને શિકારની શોધમાં ફરતા બન્ને ચીટરોને સ્થાનીકોએ પકડીને પોલીસને હવાલે કરી દીધા હતા.ખટોદરા પોલીસના પીઆઈ પી.કે.પટેલએ મુખ્ય સૂત્રધાર સંજ્ય પરમાર અને સંદીપ પરમારની પૂછપરછ કરતા અન્ય ત્રણ સાગરીતો દિલ્હી ગેટની શાહિલ ગેસ્ટ હાઉસમાં રૂમ નં-206માંથી પકડાયા હતા.હોટલમાંથી ઘરેણા અને નંગવાળી વીટી મળીને રૂ.50 હજારથી ‌વધુનો મુદામાલ કર્યા હતો.સાથે મુખ્ય સૂત્રધાર પાસેથી બે સાડીઓ કબજે કરી હતી.અગાઉ ટોળકી લીબાંયત,ભુજ,રાજકોટ,વડોદરાના ગ્રામ્યા અને શહેરના વિસ્તારોમાં બહુરૂપીયા બનીને લોકોને શિકાર બનાવતા પોલીસના હાથે પકડાય ચૂકયા હતા.

મહિલાઓનોવેશ ધારણ કરીને ચીટીંગ કરતી ટોળકીના નામો

1સંદીપ ચમન પરમાર (રહે, તરઘડીગામ, પડધરી જીલ્લો, રાજકોટ) 2 સંજ્ય ઉર્ફ વલ્લભ બચુ મુરીયાણા(રહે, ખારચીયા, ઉપલેટા તાલુકા, રાજકોટ) 3 બાબુનાથ માનસીંગનાથ પરમાર(રહે, તરઘડીગામ, પડધરી જીલ્લો, રાજકોટ) 4 જીતુ ઝવેરભાઈ પરમાર(રહે, તરઘડીગામ, પડધરી જીલ્લો, રાજકોટ) 5 મહેશનાથ ઉર્ફ ભકો ઝવેરનાથ પરમાર(રહે, તરઘડીગામ, પડધરી જીલ્લો,રાજકોટ)

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજની સ્થિતિ થોડી અનુકૂળ રહેશે. બાળકોને લગતા કોઇ શુભ સમાચાર મળવાથી મન પ્રસન્ન રહેશે. ધાર્મિક ગતિવિધિઓમાં સમય પસાર કરવાથી માનસિક શાંતિ પણ મળી શકે છે. નેગેટિવઃ- ધનને લગતું કોઇપણ પ્રકારનું લે...

  વધુ વાંચો