તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Local
 • Gujarat
 • Surat
 • HCના આદેશથી સુડા ડેવલપમેન્ટ પ્લાન 2035 રદ્દ થવાની શક્યતા

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

HCના આદેશથી સુડા ડેવલપમેન્ટ પ્લાન-2035 રદ્દ થવાની શક્યતા

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
રાજ્યસરકાર દ્વારા વર્ષ 2008માં ડિસ્ટ્રિક્ટ પ્લાનિંગ કમિટી એક્ટ નિમવા માટેનો કાયદો પસાર કરવામાં આવ્યો હતો. તેમ છતાં હાલમાં સુડાનો વર્ષ 2035 વિકાસ નકશો જાહેર કરાયો છે. હાઈકોર્ટે મામલે મેટ્રોપોલિટન પ્લાનિંગ કમિટીની ચૂંટણી કરી રચના કરવા માટેનો આદેશ આપ્યો છે. જેથી સુડાનો વિકાસ પ્લાન રદ્દ કરવો પડે એવી શક્યતાઓ વર્તાઈ રહી છે.

ગુજરાત સરકારે બંધારણની કલમ 243 ઝેડડીમાં આપવામાં આવેલા બંધારણીય આદેશને અનુસરતા ડિસ્ટ્રિક્ટ પ્લાનિંગ કમિટી એક્ટ -2008 પસાર કર્યો હતો. કાયદાની અમલ માટે ડિસ્ટ્રિક્ટ પ્લાનિંગ કમિટી રૂલ્સ -2016 પણ બનાવવામાં આવ્યો હતો. રાજ્ય સરકારે 21 જાન્યુઆરી 2016ના રોજ ઉપરોક્ત કાયદો અને તે હેઠળ બનેલા રૂલ્સને નોટિફિકેશન દ્વારા અમલમાં મૂક્યા છે. તેમ છતાં સુડા દ્વારા હાલમાં 2035નો નવો ડેવલપમેન્ટ પ્લાન રજૂ કરવામાં આવ્યો છે. વિકાસ નક્શો બંધારણની વિરુદ્ધ અને ગેરકાયદે હોવાથી સરકારને પ્લાન રદ્દ કરવો પડશે. રીતે મેટ્રોપોલિટન વિસ્તારમાં કે જેમાં જિલ્લા અને તાલુકા પંચાયતના વિસ્તારોનો પણ સમાવેશ થાય છે. જેના કારણે બંધારણની કલમ 243 ઝેડઇના આદેશ પ્રમાણે મેટ્રોપોલિટન પ્લાનિંગ કમિટીએક્ટ-2008 અને મેટ્રોપોલિટન પ્લાનિંગ કમિટી રૂલ્સ-2016 હેઠળ મેટ્રોપોલિટન પ્લાનિંગ કમિટીની રચના થાય અને તે કમિટીડ્રાફ્ટ ડેવલપમેન્ટ પ્લાન ડિસ્ટ્રિક્ટ પ્લાનિંગ કમિટીને સાથે રાખી બનાવશે. હવે જો રાજ્ય સરકાર હાઈકોર્ટના આદેશ પ્રમાણે કમિટીની રચના કરવા ચૂંટણી યોજે તો સ્વાભાવિક રીતે હાલ રજૂ કરેલો વિકાસ નકશો રદ્દ કરવો પડશે.

હાઈકોર્ટે પણ હવે આદેશ આપી દીધો છે

^સરકારે હાઇકોર્ટને આપેલી લેખિત બાંયધરી પ્રમાણે એક મહિનામાં જે ડિસ્ટ્રિક્ટ પ્લાનિંગ કમિટીની રચના કરવી જોઇએ તે કરી નથી. જેના કારણે કમિટીની ગેરહાજરીમાં રાજ્ય સરકાર જૂના કાયદા હેઠળ સત્તા મંડળો અને અન્ય સ્ટેચ્યુટરી ઓથોરિટીઓ ‘ડ્રાફ્ટ ડેવલપમેન્ટ પ્લાન‘ બનાવી અને તે જાહેર કરી રહી છે. ડિસ્ટ્રિક્ટ પ્લાનિંગ કમિટીની રચના કરવા માટે અને તે ઉપરાંત ડિસ્ટ્રિક્ટ પ્લાનિંગ કમિટી એક્ટ-2008ના અમલ માટે હાઇકોર્ટના દ્વાર ખખડાવ્યા છે. મામલે કોર્ટે પણ કમિટી રચવા માટેનો આદેશ આપી દીધો છે. > જયેશપટેલ, ખેડૂતસમાજ અગ્રણી

સુડાનો વિકાસ નક્શો બંધારણની વિરુદ્ધ અને ગેરકાયદે હોવાથી રાજ્ય સરકારને નવો પ્લાન રદ્દ કરવો પડશે

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- વર્તમાન પરિસ્થિતિઓને સમજીને ભવિષ્યને લગતી યોજનાઓ ઉપર ચર્ચા વિચારણાં કરો. પરિવારમાં ચાલી રહેલી અવ્યવસ્થાને પણ દૂર કરવા માટે થોડા મહત્ત્વપૂર્ણ નિયમ બનાવો. નેગેટિવઃ- યોજના બનાવવાની સાથે-સાથે...

  વધુ વાંચો