તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Local
 • Gujarat
 • Surat
 • બાળકને ઇન્હિબિટર હોવાની જાણ થતાં અતિ ખર્ચાળ ઈન્જેક્શન મુકાયું

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

બાળકને ઇન્હિબિટર હોવાની જાણ થતાં અતિ ખર્ચાળ ઈન્જેક્શન મુકાયું

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
લોહીગંઠાવાની પ્રક્રિયા કરતા ઘટકની લોહીમાં ઊણપને પગલે થતાં આનુવંશિક રોગ હિમોફિલિયાના દર્દી અને તેના પરિવાર માટે ખૂબ આફતજનક બની જાય છે. રોગના દર્દીને જુદા-જુદા ફેક્ટરના ઈન્જેક્શન આપવામાં આવે છે. પરંતુ જો દર્દી ઈન્હિબિટર પણ હોઈ તો તેને ફેક્ટર પણ કામ નથી આવતાં તેની સારવાર અતિ ખર્ચાળ હોય છે. ત્યારે સિવિલ ખાતે હિમોફિલિયા સેન્ટરમાં વેડ રોડ ફૂલવાડી ખાતે રહેતા 7 વર્ષીય બાળક શબ્બીર રસુલ ભટ્ટીને ઈન્હિબિટર હોવાની જાણ થતાં સિવિલ ખાતે તે બાળકને બચાવવા માટે અતિ ખર્ચાળ સારવાર હાથ ધરાઈ છે. તેની પાછળ 20 લાખ સુધીનો ખર્ચો થાય તેમ હોવાનું હિમોફિલિયા સેન્ટરના અગ્રણીઓએ જણાવ્યું હતું. બાળકને જમણાં પગે ઈજા પહોંચતા લોહી ગંઠાતું હોઈ જોખમ હતું એટલું નહીં તેને ફેક્ટર 8ની ઊણપ હતી અને ફેક્ટર 8ના ઈન્જેકશન પણ ફેલ જતાં હેમેટોલોજિસ્ટ ડો.અમિત ખુરાનાની સલાહ મેળવાઈ હતી. જેમાં, બાળકને ઈન્હિબિટર હોવાનું નિદાન થયું હતું. ઓર્થો વિભાગની ટીમે સફળ ઓપરેશન પાર પાડ્યું હતું. રાજ્યનું પ્રકારનું પ્રથમ ઓપરેશનનો દાવો કરાયો હતો.

વેડ રોડના 7 વર્ષીય બાળકને બચાવવા 20 લાખનો ખર્ચ

હિમોફિલિયાગ્રસ્ત બાળક પર રાજ્યમાં પ્રથમ સર્જરી

હિમોફિલિયામાં લોહી જલ્દી ગંઠાતુ નથી

રોગના લક્ષણોમાં દર્દીને ઈજા થાય તો તેનું લોહી જલ્દી ગંઠાતું નથી અને કોઈ પણ ઘા વગર પણ લોહી નીકળવા લાગે છે. ચામડી નીચે ચાંઠા જેવું દેખાય છે. સોજા વખતે લોહી નીકળવા લાગે છે. નાના બાળકોમાં દાંત આવે ત્યારે બ્લિડિંગ થાય છે. સાંધામાં કોઇ કારણ વગર સોજો આવે છે. નાના બાળકો રમત રમે ત્યારે લોહી નીકળે અને જલ્દી બંધ થતું નથી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજની સ્થિતિ થોડી અનુકૂળ રહેશે. બાળકોને લગતા કોઇ શુભ સમાચાર મળવાથી મન પ્રસન્ન રહેશે. ધાર્મિક ગતિવિધિઓમાં સમય પસાર કરવાથી માનસિક શાંતિ પણ મળી શકે છે. નેગેટિવઃ- ધનને લગતું કોઇપણ પ્રકારનું લે...

  વધુ વાંચો