સ્કાય વોક-વે પર સામાન પણ લઇ જવા સવલતની તૈયારી

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ઇન્ફ્રાસ્ટ્રકચર રિપોર્ટર | સુરત

ટેક્સટાઇલમાર્કેટમાં ટ્રાફિકની સમસ્યા ઘટાડવા એકથી બીજા માર્કેટમાં જવા સ્કાય વોકવેનો ઉપયોગ થાય દિશામાં પ્રયાસ શરૂ થયા હતા. માટે 61 કરોડનો અંદાજ રજુ થયો છે. સ્કાય વોકવેમાં ફકત લોકો અવર જવર કરી શકે તેવી વ્યવસ્થા ઉભી થવાની હતી પરંતુ હવે માલ સામાન પણ લઇ જવાની વ્યવસ્થા કરવામાં આવે તો કેટલા રૂપિયાનો ખર્ચ થાય તે સહિતનો રીપોર્ટ તૈયાર કરવાનો નિર્ણય થયો છે.

સ્માર્ટ સિટીની બેઠક અંગે સ્થાયી સમિતિના ચેરમેન રાજેશ દેસાઇએ જણાવ્યું હતું કે રિંગરોડની ટેક્ષટાઇલ માર્કેટમાં રોજ બે લાખ કરતા લોકોની અવર જવર રહેતી હોય છે. તેને કારણે શહેરના રસ્તાઓ પર વાહનોની સાથે સાથે લોકોની પણ અવર જવર વધુ હોવાના લીધે ટ્રાફિકજામની સમસ્યા વકરતી હોય છે.

ખર્ચ કેવી રીતે વસૂલવો તે સહિતનો ફરી રિપોર્ટ થશે

અન્ય સમાચારો પણ છે...