સુરતના પત્રકાર ફૈઝલ બકીલીનાં પત્નીનું અવસાન

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સુરત| ચિત્રલેખાસાપ્તાહિકના સુરતના પત્રકાર ફૈઝલ બકીલીનાં પત્ની સાયરા ફૈઝલ બકીલી(ઉ.વર્ષ.43)નું ટૂંકી માંદગી બાદ અવસાન થયું છે. રવિવારે વલસાડના ધરમપુર મસ્જિદ ફળિયાના નિવાસ સ્થાનેથી મરહૂમ સાયરા બકીલીના જનાજામાં મોટી સંખ્યામાં હિન્દુ તેમજ મુસ્લિમ અગ્રણીઓ શામેલ થયા હતા. મરહૂમનું નાની ઉંમરમાં ઓચિંતા અવસાનથી બકીલી પરિવાર તેમજ મિત્ર વર્તુળમાં ગમગીની પ્રસરી ગઇ હતી. મરહૂમની દફનવિધિ સમયે અનેક અગ્રણીઓ તથા સુરત સહિત સમગ્ર દક્ષિણ ગુજરાતના પત્રકારો પણ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...