• Gujarati News
  • Local
  • Gujarat
  • Surat
  • આગામી 180 વર્ષમાં તો જૈનોની વસતી નહિવત થઈ જશે : વિમલસાગરસૂરિજી

આગામી 180 વર્ષમાં તો જૈનોની વસતી નહિવત થઈ જશે : વિમલસાગરસૂરિજી

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વિમલસાગરસૂરિએ જણાવ્યું હતુંકે, જણાવ્યું હતું કે, કોઈ પણ ધર્મના સિંદ્ધાંતો ગમે તેટલા જોરદાર હોય ધર્મને માનનારા અનુયાયીઓની સંખ્યા પણ પર્યાપ્ત માત્રામાં હોવી જરૂરી છે.અનુયાયીઓની સંખ્યા વગર કોઈ પણ ધર્મ કે સંપ્રદાય કોઈ કાળે ટકી શકતો નથી. અત્યારે દેશમાં પારસીઓની સંખ્યા 69 હજારની આસપાસ છે. આવતા 30 વર્ષમાં પારસી કોમ સમાપ્તીના આપે હશે. પછી જૈન સમાજનો વારો આવશે. લગભગ 180 વર્ષ બાદ જૈન સમાજનું અસ્તિત્વ નહીં હોય. ‘હમ દો હમારે એક’ની નીતિ જૈનોની વસતી ઘટાડાનું કારણ છે. નીતિની પુન:સમીક્ષા થવી જોઈએ. ગમે તેટલા દેરાસરો બને કે ગમે તેટલી દીક્ષાઓ થાય અથવા અનુષ્ઠાનો યોજાયો, સમાજની સંખ્યા વગર બધુંજ નિરર્થક સાબિત થશે. આજથી 2200 વર્ષ પહેલા સમ્રાટ સંપ્રતિના કાળમાં જૈનોની જન સંખ્યા દેશ-વિદેશમાં 20 કરોડથી વધુ હતી. વાત આપણાં પ્રથમ રાષ્ટ્રપતિ ડૉ. રાજેન્દ્ર પ્રસાદે પોતાના ગ્રંથમાં પણ લખી છે. પુરાતત્ત્વ વિદ ડૉ. કૃષ્ણલાલ બનર્જીએ પણ વાતને પુરવાર કરી છે. ત્યારે દેશ સિવાય ઈરાન, ઈરાક, સિરિયા, કુવૈત, તુર્કી, હંગ્રી, બુડાપેસ્ટ, ઈજરાયલ, ઈથીઓપીઆ, મંગોલીયા, તજકીસ્તાન, અફઘાનીસ્તાન, નેપાલ. શ્રીલંકા, તિબ્બેત. ભૂટાન અને ચીનમાં મોટી સંખ્યામાં જૈનો રહેતા હતા. અંગ્રેજ લેખક ડૉ. વિન્સેન્ટ સ્મિથ અને પુર્તગાલી પાદરી ડૉ. પિન્હેરોએ પણ જૈનોના પ્રભાવ વિશે ઉલ્લેખ કર્યા છે. કાળમાં દક્ષિણ ભારતમાં જૈનોની જાહોજલાલી હતી. ગોવા જૈન રાજ્ય હતું. તેઓએ વધુમાં જણાવ્યું હતું કે, લગભગ 500 વર્ષ પહેલા પાદરી ફ્રાંસીસ ઝેવીયરે સ્થાનીય કોંકણી લોકો સાથે મળીને ગોવાની સત્તા ઉથલાવી હતી. ત્યાથી ગોવામાં પુર્તગાલ શાસનની શરૂઆત થઈ હતી. 80 વર્ષ પહેલા દેશમાં જૈન સમાજની વસતી લગભગ સવા કરોડ હતી. 40 વર્ષમાં વસતી ઘટીને એક કરોડ સુધી પહોચી. ત્યાર બાદ હમ દો હમારે એકની પદ્ધતિ આગળ વધતાં આજે જૈન સમાજમાં 30 વર્ષથી મોટી ઉમરની સ્ત્રીઓ ગર્ભધારણ કરતી નથી. અને 30 વર્ષથી નાની વયના લોકોની સંખ્યા લગભગ 15 લાખથી પણ ઓછી છે. હિસાબે સરેરાસ દર 30 વર્ષે જૈન સમાજની વસતી અડધી થતી જશે. આજે જૈનો જો 45 લાખ હોય તો 30 વર્ષે 22 લાખ, 60 વર્ષે 11 લાખ, 120 વર્ષે પોણા ત્રણ લાખ થઈ શકે છે. ત્યા બાદ જૈન સમાજનું અસ્તીત્વ સમાપ્ત થઈ શકે છે. આમાં જે નિ:સંતાન રહેશે, ધર્મ પરિવર્તન કરશે, નાની ઉમરમાં મરણ અથવા આંતરજ્ઞાતિય લગ્ન કરશે તે ઈસ્યું અલગ બની શકે છે. એમ મૂનિએ જણાવ્યું હતું.

ધર્મના સિંદ્ધાંતો ગમે તેટલા જોરદાર હોય ધર્મને માનનારા અનુયાયીઓની સંખ્યા પણ પર્યાપ્ત માત્રામાં હોવી જરૂરી

અન્ય સમાચારો પણ છે...