• Gujarati News
  • Local
  • Gujarat
  • Surat
  • બજેટ મંજૂર થયાને બે વર્ષ પુરા થશે હજી એક ગામતળનંુ કામ શરૂ થયું

બજેટ મંજૂર થયાને બે વર્ષ પુરા થશે હજી એક ગામતળનંુ કામ શરૂ થયું

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
શહેરમાં આવેલા ગામતળને અસલ ગામડાની માફક વિકસાવવા માટે એક ગામતળ દીઠ એક એક કરોડની ફાળવણી કરી હતી. તેના પાછળનો ઉદેશ એવો હતો કે શહેરીકરણમાં ગામડાઓની ઓળખ જળવાઇ રહે તે માટે ગામતળને ગામડાની માફક વિકસાવવાની મોટા ઉપાડે જાહેરાત બે વર્ષ પહેલા પાલિકાના બજેટમાં કરવામાં આવી હતી. બે વર્ષ બાદ પણ વિસ્તારની પ્રજા વિકાસની રાહ જોઈ રહી છે.

હાલમાં ફકત ઉગત ગામતળને વિકસાવવા માટેના ટેન્ડરને મંજુરી આપવામાં આવી હોવાથી તેને વિકસાવવાની કામગીરી શરૂ થઇ શકી છે. જ્યારે બાકીના ગામતળને વિકસાવવા માટેનંુ આયોજન છેલ્લા બે વર્ષથી કરવામાં આવી રહ્યું હોવાથી બે વર્ષે પણ ગામતળને વિકસાવવા માટેનું આયોજન કરવામાં આવ્યુ નહીં હોવાથી કેટલા વર્ષે ગામતળ વિકસીત થશે તે મોટો પ્રશ્ર છે.

વિસ્તારોની ઓળખ બાબતે અસમંજસમાં પાલિકા હજી કાગળ પર આયોજનમાં ગોથે ચડી રહી છે

શહેરમાંટીપી સ્કીમનો અમલ થાય તે પહેલા 65 વિસ્તારોનો વિકાસ અગાઉથી થઇ ગયો હતો. ત્યાર બાદ મહાનગરપાલિકામાં તે વિસ્તારનો સમાવેશ થતા હજુ પણ આવા વિસ્તારોની અલગથી ઓળખ રહેલી છે. આવા વિસ્તારોની ઓળખ જળવાઇ રહે તે પ્રમાણે તેનો વિકાસ કરવામાં આવવાનો નિર્ણય મહાનગરપાલિકાની સ્થાયી સમિતિમાં કરવામાં આવ્યો હતો. 65 ગામતળમાં હાલમાં તળાવ, કુવા, ચોક, ઝાડ ફરતેના ચોતરા, નળીયાવાળા મકાનો સહિતની સુવિધા હોય છે. સુવિધામાં વધારો કરવા માટેનુ આયોજન પાલિકાએ કર્યુ હતુ પરંતુ તેમાં મોટાભાગનુ આયોજન હજુ કાગળની બહાર આવ્યુ નથી.

90 ટકા કરતાં વધુ ગામતળના અંદાજ બનાવવાનાં હજુ ઠેકાણાં નથી

2 વર્ષે પૂર્વે પાલિકાએ 65 ગામતળને વિકસાવવાની જાહેરાત કરી હતી

અન્ય સમાચારો પણ છે...