97 લાખના હીરાની ઠગાઈમાં વેપારીની ધરપકડ

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વરાછાનાહીરાના વેપારી પાસેથી 97 લાખના હીરા લઈને મુંબઈના વેપારીએ લાખોના નાણાની ચકવણી નહીં કરતા વરાછા પોલીસે ચીંટીગના ગુનામાં ધરપકડ કરી હતી.

મુળ ભાવનગરના શિહોર તાલુકાના બુધણા ગામના વતની અને એલએચ રોડ પર શાંતિવન સોસાયટી રહેતા ધીરજલાલ તેજાણીએ મનીષના માધ્યમથી 2016માં મુંબઇના વેપારી રમેશ વશરામ ઝાલાવડિયાને 587.21 કેરેટના રફ હીરા રૂ. 97 લાખના ક્રેડીટ પર આપ્યા હતા. મનિષ સુરતથી હીરા લઇને મુંબઇ ખાતે રમેશભાઇને આપવા ગયો હતો. ત્યાંથી રમેશભાઇએ ધીરજલાલ સાથે માત્ર ફોન પર વાત કરી હતી. ત્યાર બાદ વેપાર-ધંધામાં ખોટ જતા રમેશ ઝાલાવડિયાએ લાખોની રકમ ચુકવણી કરવામાં ગલ્લા તલ્લા કરતા વેપારીએ વરાછા પોલીસમાં ફરિયાદ કરી હતી. જેના આધારે વરાછા પોલીસે મુંબઈ ખાતેથી હીરાના વેપારી રમેશ વશરામ ઝાલાવડિયા (રહે, સનલાઈટ બિલ્ડીંગ, એસવી રોડ, દઈસર, મુંબઈ, મૂળ રહે, જુનાગઢ)ની ધરપકડ કરી હતી.

અન્ય સમાચારો પણ છે...