નાનપુરામાં ફ્રૂટના વેપારી પર હુમલો

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ચોકબજારઆર્યસમાજ હોલની પાસે બાઈક પર આવેલા ત્રણ નકાબપોસોએ ફ્રુટના વેપારીને આંતરીને ચપ્પુનો ઘા ઝીંકી નાસી છુટ્યા હતા. વેપારીએ થોડો સમય પહેલા મકાન ખરીદ્યુ હતુ જેમાં દલાલી બાબતે થયેલી તકરારમાં ઈશાક અને તેના સાગરીતોએ હુમલો કર્યો હોવાની વેપારીએ શંકા વ્યક્ત કરી હતી.

બેગમપુરા મૃગવાન ટેકરા ખાતે રહેતા મોહમદ આરીફ ઉર્ફે બાબાભાઈ હુસેનમિયા શેખ ફ્રુટનો વેપાર કરે છે. શનિવારે રાત્રે તેઓ ચોકબજાર આર્યસમાજના હોલની પાસેથી સ્કુટર પર પસાર થતા હતા. દરમિયાન બાઈક પર આવેલા ત્રણ નકાબપોસોએ તેમને આંતર્યા હતા અને તેમને જાંઘના ભાગે ચપ્પુનો ઘા ઝીંકી દીધો હતો તેમજ તેની સાથેના અન્ય બે અજાણ્યાઓએ તેમની મારી નાંખવાની ધમકી આપી હતી અને નાસી છુટ્યા હતા. થોડો સમય પહેલા મોહમદ આરીફે મકાન ખરીદ્યુ હોય તેની દલાલી બાબતે થયેલી તકરારમાં ઈશાક મેવાવાળા તેમજ તેના સાથીદારોએ હુમલો કર્યો હોવાની શંકા વ્યક્ત કરતા પોલીસે ગુનો નોેધી તપાસ શરૂ કરી છે.

અન્ય સમાચારો પણ છે...