ઇન્શ્યોરન્સ પોલિસીના નામે 7.42 લાખની ઠગાઇ

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સૈયદપુર પ્રણામી મંદિરની પાસે છોટા એંડ્રુસ નવી ચાલ ખાતે રહેતા અર્જુનભાઈ સુમરા ટેમ્પો ચલાવી ગુજરાન ચલાવે છે. ઓગસ્ટ 2014માં તેમના મોબાઈલ પર ફોન આવ્યો હતો અને ફોન કરનારે ઈન્સ્યુરન્સ કંપની માંથી બોલી રહ્યા હોવાનુ જણાવી તેમની કંપનીની પોલીસીમાં રૂપીયા જમા કરાવે તો બે વર્ષમાં પાકતી મુદત પહેલા રૂ.15 લાખ મળશે તેમ જણાવી અને તેમનો વિશ્વાસ કેળવી લીધો હતો.

ત્યાર બાદ આકૃતી, શ્વેતા, રાજકુમાર, નાગપાલ, વિકાસ સોલંકી, રાહુલ શર્મા નામની વ્યક્તિઓએ ફોન કરી તેમની પાસે ટુકડે ટુકડે જુદા જુદા એકાઉન્ટમાં રૂ.7.42 લાખ જેવી રકમ જમા કરાવડાવી લીધી હતી. જોકે મુદત પુરી થયા બાદ તેમણે પંદર લાખ મેળવવા માટે તેઓનો સંપર્ક સાધતા તેમના ફોન બંધ થઈ ગયા હતા. પોતે છેતરાયા હોવાની જાણ થતા આખરે અર્જુનભાઈએ અઠવા પોલીસ મથકમાં છેતરપીંડીની ફરીયાદ નોંધાવી હતી. પોલીસે છેતરપીંડીનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

બે વર્ષમાં પાકતી મુદ્દતે ડબલ મળશે કહી ખાતામાં નાણાં જમા કરાવી લીધા

અન્ય સમાચારો પણ છે...