બ્રિજને નુકસાન કરતી ટેકરીઓ દૂર થશે

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પાલિકાએ તાપી નદીમાંથી ટેકરીઓ દુર કરવા માટે ગેરી પાસે રિપોર્ટ મંગાવ્યો હતો.તેમાં ગેરીએ પાંચ મુદાઓ પર આપેલા રિપોર્ટમાં જણાવ્યુ છે કે વિયરના ઉપરવાસના 18 કિલોમીટર વિસ્તારમાં સવજી કોરાટ બ્રિજ, કાપોદ્રા ઉત્રાણ વચ્ચેનો બ્રિજ, અમરોલી બ્રિજ,જહાંગીરપુરા બ્રિજ સહિત અન્ય બ્રિજ આવેલા છે. જેથી ટેકરીઓ દુર કરવામાં આવે તો બ્રિજના ફાઉન્ડેશનને નુકસાન થઇ શકે તેમ છે.

તેમ છતાં ટેકરીઓ દુર કરવી હોય તો બ્રિજના ફાઉન્ડેશનથી 300થી 400 મીટર દુર રહેલી ટેકરીઓ દુર કરવામાં આવવી જોઇએ.ઉપરાંત નદીમાં આવતા પુરને અટકાવવા માટે બનાવેલા પાળાને પણ ટેકરીઓને કારણે નુકસાન થઇ શકે તેમ હોવાથી સિંચાઇ વિભાગની મંજુરી લીધા બાદ ટેકરીઓ દુર કરવામાં આવવી જોઇએે. તે આધારે પાલિકાએ સિંચાઇ વિભાગની મંજુરી માંગી હતી. તેમાં સિંચાઇ વિભાગે અને રાજય સરકારે ટેકરીઓ દુર કરવાની મંજુરી આપી દેતા ટેકરીઓ દુર કરવાની કામગીરી ઝડપથી કરવામાં આવે તેવી શકયતા રહેલી છે. ઉલ્લેખનીય છે કે તાપી નદીમાં જળકુંભીની સમસ્યા પણ વર્ષોથી સતાવી રહી છે ટેકરી દૂર થતાં સમસ્યા પણ હળવી થઇ શકે છે.

કોઝવેના ઉપરવાસના 18 કિ.મી. વિસ્તારમાં સંખ્યાબંધ બ્રિજ હોવાથી ચિંતાનો વિષય

તાપીમાંથી ટેકરીઓ દૂર કરવા રાજ્ય સરકારની મંજૂરી, હવે સેન્ટ્રલ વોટર રિસોર્સની મંજૂરી બાકી

ટેકરીઓ દૂર કરવાની આડમાં રેતીખનન કરી તાપી નદીને નુકસાન થાય તેની તકેદારી જરૂરી

રાજ્યસરકારે ટેકરીઓ દુર કરવાની મંજુરી આપતાં ટેકરીઓ દુર કરવાની કામગીરી ચોમાસા બાદ શરૂ કરવામાં આવે તેવી શકયતા હાલમાં ઉભી થઇ છે. માટે પાલિકા ટેન્ડર બહાર પાડીને ટેકરીઓ દુર કરવા માચેની વિચારણા કરી રહી છે. તેની સાથે ભુસ્તર વિભાગ અને સિંચાઇ વિભાગના માર્ગદર્શન હેઠળ ટેકરીઓ દુર કરવાની સમગ્ર કામગીરી થવાની છે. પરંતુ જ્યારે ટેકરીઓ દુર કરવાની કામગીરી કોઇ એજન્સીને સોંપવામાં આવે ત્યારે ટેકરીઓ દુર કરવાની આડમાં રેતીખનન કરીને તાપી નદીને નુકસાન નહીં પહોંચાડે તેની તકેદારી રાખવી ખાસ જરૂરી છે.

અન્ય સમાચારો પણ છે...