• Gujarati News
  • Local
  • Gujarat
  • Surat
  • ગોપીપુરામાં રાત્રે સ્થાનિકો અને પોલીસ વચ્ચે ઘર્ષણ

ગોપીપુરામાં રાત્રે સ્થાનિકો અને પોલીસ વચ્ચે ઘર્ષણ

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ગોપીપુરાસુરત રક્તદાન કેન્દ્ર પાસે સ્થાનિક રહીશો અને પોલીસ વચ્ચે ઘર્ષણ થયું હતંુ. પેટ્રોલિંગમાં નીકળેલી પોલીસે હોળી નજીક બેસેલા યુવકોને ત્યાં બેસવા બાબતે ઠપકો આપતાં યુવકો અને પોલીસ વચ્ચે ઘર્ષણ થયું હતંુ. જેમાં સ્ટાફે ઘર્ષણ બાદ પોલીસ કાફલો બોલાવી લેતાં મામલો ગરમાયો હતો. ગોપીપુરા રક્તદાન કેન્દ્રની સામે હોળી પ્રગટાવ્યા બાદ કેટલાક યુવકો હોળી પાસે બેઠા હતા. દરમિયાન પટ્રોલીંગમાં નિકળેલા અઠવા પોલીસ મથકના પીએસઆઈ સહિતના સ્ટાફે ત્યાં બેસેલા યુવકોને ત્યા બેસવા બાબતે ખખડાવ્યા હતા. જેને કારણે પોલીસ સાથે યુવકોને ઘર્ષણ થયું હતું. જેથી પેટ્રોલિંગમાં નિકળેલા સ્ટાફે કંટ્રોલમાં જાણ કરી પોલીસ કાફલો મંગાવી લેતાં લોકોનું ટોળું ભેગુ થઈ જતાં વાતાવરણ ગરમાયંુ હતુ. બનાવની જાણ થતાં સ્થાનિક નગર સેવકો ત્યાં દોડી ગયા હતા. આખરે સ્થાનિક આગેવાનોએ બંને પક્ષે સમજાવીને મામલો થાળે પાડતાં કોઈ ફરિયાદ નોંધાઈ હતી. જોકે અઠવા પોલીસે આવો કોઈ બનાવ બન્યો હોવાનું જણાવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...