• Gujarati News
  • સુરત| પોલીસઅધિકારીઓને જ્યારે કોર્ટ તરફથી સમન્સ મળે ત્યારે પોલીસ તરફથી

સુરત| પોલીસઅધિકારીઓને જ્યારે કોર્ટ તરફથી સમન્સ મળે ત્યારે પોલીસ તરફથી

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સુરત| પોલીસઅધિકારીઓને જ્યારે કોર્ટ તરફથી સમન્સ મળે ત્યારે પોલીસ તરફથી એક કારણ સતત રજૂ કરાય કે સમન્સ મળ્યું નથી. હવે આમ નહીં થાય કારણ કે ફાસ્ટ ટ્રેક કોર્ટના ગ્રાઉન્ડ ફલોર પર એક પોલીસ સંકલન રૂમ તૈયાર થયો છે. રૂમ પોલીસ અને કોર્ટ વચ્ચે સેતુનું કામ કરશે. કોઈ કોર્ટ પોલીસને સમન્સ કાઢે તો તેની જાણ સંકલન રૂમમાં થશે, ત્યાંંથી સમન્સની માહિતી જે તે પોલીસ સ્ટેશનને આપી દેવાશે. કક્ષની શરૂઆત તા.28થી થઈ રહી છે. જેમાં અદ્યતન વાયરલેસની સુવિધા પણ હશે. કોર્ટ કર્મચારી સાથે પણ સીધી વાત થઈ શકશે. પોલીસ કક્ષમાં એક પુરુષ અને મહિલા કોન્સ્ટેબલ ફરજ બજાવશે. એડવોકેટ વિરલ મહેતા કહે છે કે પોલીસ કક્ષના લીધે સમયની બચત થશે.

ફાસ્ટ ટ્રેક કોર્ટમાં પોલીસ સંકલન રૂમ ઊભો કરાશે