• Gujarati News
  • વકરતા ટ્રાફિક સામે પાર્કિંગ પોલિસી તેજ કરવા કવાયત

વકરતા ટ્રાફિક સામે પાર્કિંગ પોલિસી તેજ કરવા કવાયત

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ઇન્ફ્રાસ્ટ્રકચર રિપોર્ટર.સુરત

શહેરનારસ્તા પર આડેધડ કરવામાં આવતા વાહન પાર્કને કારણે ટ્રાફિકની સમસ્યા ગંભીર બની છે. ત્યારે તેના નિકાલ માટે પાર્કિંગની પોલીસી બનાવવાની કામગીરી ઝડપથી કરવા માટેના આદેશ સ્થાયી સમિતિએ આજે આપ્યા છે.

સ્થાયી સમિતિની આજે મળેલી બેઠકમાં પાર્કિંગની પોલીસી બનાવવા માટે કન્સલટન્ટ તરીકે સેપ્ટની નિમણૂંક કરવા માટેનો નિર્ણય કરવાની દરખાસ્ત સ્થાયી સમિતિમાં રજુ કરવામાં આવી હતી. તેને સ્થાયી સમિતિમાં મંજુરી આપવામાં આવી છે. અંગે સ્થાયી સમિતિના ચેરમેન નિરવ શાહે જણાવ્યુ હતુ કે શહેરમાં વાહન પાર્ક કરવા માટેની નવી પોલીસી બનાવવા માટેની કામગીરી ઝડપથી કરવા માટેના આદેશ આજે આપવામાં આવ્યા છે. તે માટે સર્વે કરવાની કામગીરી ઝડપથી કરવા માટે સર્વેયરોની સંખ્યા પણ વધારીને બને તેટલી ઝડપથી કામગીરી કરવામાં આવે. તેમાં કઇ કઇ જગ્યાએ વાહન પાર્ક કરવાની વ્યવસ્થા કરવામાં આવે તો ટ્રાફિકની સમસ્યા ઉકેલાય તેમ છે. સાથે સાથે જે વિસ્તારમાં ટ્રાફિકની વધુ સમસ્યા રહેતી હોય તેનો પણ સર્વે કરવાની કામગીરી તાકીદે શરૂ કરી દેવામાં આવે તે માટેના આદેશ આપવામાં આવ્યા છે. જેથી સર્વેની કામગીરી જેટલી ઝડપથી પુરી કરી દેવામાં આવે તો પાર્કિંગ માટેની નવી પોલીસી બનાવવાની દિશામાં કામગીરી કરી શકાય તે છે.

સુરત શહેરમાં દિવસે-દિવસે વકરતી જતી ટ્રાફિક સમસ્યા લોકો હેરાન થઈ રહ્યાં છે.

સર્વેયરોની સંખ્યા તાકીદે વધારવા સ્થાયીના આદેશ