યાર્નના ભાવોમાં ~ 2.5ના ઘટાડાથી વીવર્સને ફાયદો

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સુરત |સતત વધી રહેલા યાર્નના ભાવોમાં સીધો 2.5 રૂપિયાનો ઘટાડો જાહેર થતાં વીવર્સ માટે લગ્નસરાની સિઝન અને રમઝાન મહિના અગાઉ લાભની સ્થિતિ ઉભી થઇ છે. જાન્યુઆરી-2015થી અત્યાર સુધીમાં સતત યાર્નના ભાવો વધતા રહ્યાં છે.છેલ્લા પાંચ મહિનામાં યાર્નના ભાવમાં પ્રતિ કિલોએ 18 થી 20 રૂપિયાનો મસમોટો વધારો થયો હોવાથી વીવર્સ ભારે મુશ્કેલીમાં મુકાઇ ગયાં હતાં.વીવર્સ દ્વારા યાર્નની ખરીદી ઉપર કાપ મૂકવામાં આવતા માર્કેટ પણ ડાઉન થઇ ગયું હતું.જો કે એપ્રિલ મહિનામાં થોડો ઘટાડો થયા બાદ હવે એક મહિના પછી ફરી પ્રતિ કિલોએ યાર્નના ભાવમાં 2.5 રૂપિયાનો ઘટાડો જાહેર કરવામાં આવતા વીવર્સ આલમમાં રાહતની લાગણી વ્યાપી ગઇ છે.

અન્ય સમાચારો પણ છે...