• Gujarati News
  • કચ્છ સૌરાષ્ટ્ર મોચી સમાજમાં સમૂહલગ્ન અને સ્નેહ મિલન સમારોહનું આયોજન

કચ્છ સૌરાષ્ટ્ર મોચી સમાજમાં સમૂહલગ્ન અને સ્નેહ મિલન સમારોહનું આયોજન

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
શ્રીકચ્છ સૌરાષ્ટ્ર મોચી સમાજ સુરત દ્વારા રવિવારે સમૂહલગ્ન ઉપરાંત બીજા ઘણા કાર્યક્રમમોનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં ગુજરાભરમાંથી કચ્છી મોચી સમાજનાં લોકો જોડાશે. મુળ સૌરાષ્ટ્ર અને કચ્છનાં વતની પણ વર્ષોથી સુરતને પોતાની કર્મભુમી બનાવી છે.

શ્રી કચ્છ સૌરાષ્ટ્ર મોચી સમાજનાં લોકો શહેરમાં હળીમળીને રહે અને પ્રગતિનાં નવા સોપાન સર કરે તે માટે દર વર્ષે સ્નહેમિલન સમારોહ યોજે છે. જેની સાથે સમાજમાંથી દહેજ અને સ્ત્રીભ્રુણ હત્યાનું દુષણ પણ દુર થાય તે માટે સમૂહલગ્ન અને જીવનસાથી પસંદગી મેળાનું આયોજન સમયાંતરે કરતાં રહે છે. જેથી સમાજમાં રહેલ કુમાન્યતાઓ દુર થાય અને આખી સમાજ પ્રગતિનાં પંથ તરફ પ્રયાણ કરે તે હેતુથી કામગીરી કરવામાં આવે છે.

વર્ષે પણ રવિવારે સમાજ દ્વારા દ્વિતિય સમૂહલગ્ન, ચોથું અપરિણીત યુવક-યુવતિ જીવનસાથી પસંદગી મેળો અને વાર્ષિક સ્નેહમિલન સમારોહનું આયોજન એસએમસી કમ્યુનિટી હોલ,દિવાળીબાગ,અડાજણ ખાતે કરવામાં આવ્યું છે. જેમાં વર્ષે કુલ 22 યુગલો પ્રભુતામાં પગલા માંડશે. જેમને કરિયાવરમાં ઘરવખરીનો તમામ સામાન આપવામાં આવશે સાથે સમગ્ર આયોજનમાં શ્રી મોઘીંબા ચેરીટેબલ ટ્રસ્ટ તરફથી પણ સહયોગ કરવામાં આવી રહ્યો છે. રવિવારે સવારે 9 કલાકે, ગણેશ સ્થાપન બાદ સમૂહલગ્ન અને બીજા કાર્યક્રમો કરવામાં આવશે. જેમાં સમાજનાં પ્રમુખ બિપિન ચુડાસમા,ઉપપ્રમુખ વાજા,મંત્રી અનીલ ગોહિલે જ્ઞાતિનાં સર્વેજનોને પધારવા માટે આમંત્રણ આપ્યું છે.