• Gujarati News
  • Local
  • Gujarat
  • Surat
  • મુમુક્ષુ વિકેનકુમારની વર્ષીદાન યાત્રામાં અઠવામાં માનવ મહેરામણ ઉમટી પડ્યું

મુમુક્ષુ વિકેનકુમારની વર્ષીદાન યાત્રામાં અઠવામાં માનવ મહેરામણ ઉમટી પડ્યું

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
શહેરમાંદિવાળીબાગ અઠવાગેટ ખાતે 31 મે ને રવિવારના રોજ બંધુબેલડી આચાર્ય ભગવંત જિનચંદ્રસાગરસૂરીશ્વરજી, પૂજ્ય હેમચંદ્રસાગરસૂરીશ્વરજીના સાંનિધ્યમાં એક દીક્ષાર્થી દીક્ષા લઇ સંસારનો ત્યાગ કરીને સંયમનાં માર્ગ તરફ પ્રયાણ કરશે. દીક્ષાર્થીનો વર્ષીદાન વરઘોડો શનિવારે શહેરનાં માર્ગો પર ફર્યો હતો. જેમાં શહેરના વિવિધ સંઘના શ્રાવકો જોડાયા હતાં.

દીક્ષા મહોત્સવની શરૂઆત બુધવારથી થઇ હતી. મુમુક્ષુ વિકેનકુમાર દીક્ષા લઇને પ્રભુવીરના માર્ગે રવિવારે પ્રયાણ કરશે. મહોત્સવ અંતર્ગત શુક્રવારે સાધુ જીવનનાં ઉપકરણોને કેસરથી રંગવાનું અનુષ્ઠાન યોજાયું હતું. શનિવારે દીક્ષાર્થી વિકેનકુમારનો ભવ્ય વર્ષીદાન વરઘોડો નિકળ્યો હતો.

દિવાળીબાગ અઠવાગેટ ખાતે યોજાયેલા દિક્ષા મહોત્સવમાં મુમુક્ષુ વીકેન કુમારનો શનિવારે ભવ્ય વર્ષીદાન વરઘોડો નીકળ્યો હતો. જેમાં મોટી સંખ્યામાં શ્રાવકો જોડાયા હતા.

અન્ય સમાચારો પણ છે...