કામરેજમાં ઢોર લઈ જતાં 2 ઝબ્બે

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
કોસમાડાગામે રવિવારે મળસ્કે ટેમ્પોમાં ગાયો તથા વાછરડા ભરીને જતા બે ઈસમને ગામ લોકો ઝડપી લીધા હતા. બંનેને કામરેજ પોલીસને સોંપવામાં આવ્યા હતા.

કામરેજ તાલુકાના કોસમાડા ગામે હનુમાન ફળીયામાં રહેતા ભીખાભાઈ શંકરભાઈ ગામીત રવિવારે સવારે 4.30 કલાકે ઘરની બહાર નિકળ્યા ત્યારે એક ટેમ્પો ફળીયામાંથી નિકળ્યો હતો. જેમાથી અવાજ આવતા આજુબાજુના રહીશઓ પણ ઉઠી ગયા હતા.ફળીયમાં રહેતા અન્ય લોકો યોગેશ દેસાઈ, અંતનભાઈ દેસાઈ સહિતના લોકો ટેમ્પોનો પીછો કરી ટેમ્પાના નંબર જીજે 16 ડબલ્યુ 9552 નાં ચાલક મોહમ્મદ સરફારજ શેખ (રહે-સગરાંપુરા તાલવાડી સુરત)ને ઝડપી લીધા હદતા.

અન્ય સમાચારો પણ છે...