તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Surat
  • ફિલ્મ કેવી રીતે બનાવવી વિશે આજે હાર્દિક વાત કરશે

ફિલ્મ કેવી રીતે બનાવવી વિશે આજે હાર્દિક વાત કરશે

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
હાર્દિક મહેતાએ ફેન્ટમ ફિલ્મ પ્રોડક્શન હાઉસ, વિક્રમ આદિત્યમોટવાની સાથે લુટેરા, ક્વીન, શાનદાર જેવી ફિલ્મમાં સ્ક્રિપ્ટ સુપરવાઇઝર અને આસિસ્ટન્ટ ડાયરેક્ટર તરીકે કામ કર્યું હતું. 2015માં આવેલી ‘અમદાવાદમાં ફેમસ’ એમની પ્રથમ ઇન્ડિપેન્ડન્ટ ડોક્યુમેન્ટરી હતી. ડોક્યુમેન્ટરીને ફિલ્મ ફેસ્ટિવલ્સમાં ઘણા બધા એવોર્ડ મળ્યા હતાં તેમજ ડોક્યુમેન્ટરીને બેસ્ટ નોન-ફિચર ફિલ્મ તરીકેનો પણ એવોર્ડ મળ્યો હતો. હાલમાં હાર્દિક ફેન્ટમ ફિલ્મ માટે બે સ્ક્રિપ્ટ તૈયાર કરી રહ્યાં છે. સચીન : બિલીયન ડ્રીમ્સ માટે યુનિટ ડાયરેક્ટર પણ હતો.

દિવ્ય ભાસ્કર નોલેજ સીરીઝ અંતર્ગત જેમાં સ્ક્રીપ્ટ રાઇટર અને ડાયરેક્ટર હાર્દિક મહેતા સુરતીઓ સાથે ફિલ્મ મેકિંગ આજે વિશે વાત કરશે.

સિટી રિપોર્ટર @srt_cbદિવ્યભાસ્કર નોલેજ સીરીઝ અંતર્ગત ‘આર્ટ ઓફ ફિલ્મ મેકિંગ’ વિષય પર સેમિનારનું આજે એક સેમિનાર યોજાયો છે, જેમાં વર્ષ 2015નાં નેશનલ એવોર્ડ વિજેતા ડાયરેક્ટર હાર્દિક મહેતા સુરતીઓ સાથે રૂબરૂ થશે. સેમિનારમાં સુરતીઓ બોલીવુડના સ્ક્રીપ્ટ રાઇટર અને ડાયરેક્ટર હાર્દિક મહેતા પાસેથી આર્ટ ઓફ ફિલ્મ મેકિંગનાં ફંડા જાણી શકશે. વાચકો જાણકારી સાથે સફળતા તરફ આગળ વધે માટે દિવ્ય ભાસ્કર નોલેજ સીરીઝનું આયોજન કરવામાં આવે છે. જે અંતર્ગત યોજાનારા ‘આર્ટ ઓફ ફિલ્મ મેકિંગ’ સેમિનારનું આયોજન આજે સવારે 10.30 થી 12.30 વાગ્યા સુધી યોજાશે. સેમિનાર ટાઇફેક હોલ, ટાઇફેક સેન્ટર ફોર રેલેવન્સ એન્ડ એક્સીલેન્સ, સેવન્થ ડે એડવેન્ટીસ્ટ કોલેજની સામે, સાર્વજનિક કોલેજ કેમ્પસ, અઠવાલાઇન્સ ખાતે યોજાશે. સેમિનારમાં કોઇ પણ વ્યક્તિ વિનામૂલ્યે રજીસ્ટ્રેશન કરાવી શકે છે. રજીસ્ટ્રેશન માટે આપનું નામ અને મોબાઇલ નંબર અમને +91 9327147577 અથવા તો 7567519811 નંબર પર એસએમએસ કરો. કાર્યક્રમ માટે ઇએમઆઇઅડ્ડા અને સાર્વજનિક સ્કૂલ ઓફ પર્ફોમિંગ આર્ટસ દ્વારા સહયોગ આપવામાં આવ્યો છે. પ્રવેશ અને બેઠક વહેલા તે પહેલાનાં ધોરણે આપવામાં આવશે.રજીસ્ટ્રેશન નહીં કરાવ્યું હોય તો કરાવી શકશો.

અન્ય સમાચારો પણ છે...