તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Surat
  • શહેરમાં રોગચાળાએ માથંુ ઊંચક્યું: બેનાં મોતથી ફફડાટ

શહેરમાં રોગચાળાએ માથંુ ઊંચક્યું: બેનાં મોતથી ફફડાટ

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
શહેરમાંછેલ્લા પખવાડિયાથી મચ્છરજન્ય-પાણીજન્ય રોગચાળો બેકાબૂ બનતા ઠેર ઠેર તાવ, મેલેરિયા, ડેન્ગ્યૂ, કમળો, ઝાડા-ઉલ્ટીમાં લોકો સપડાઈ રહ્યાં છે. શહેરની ખાનગી હોસ્પિટલો, નાના-મોટા દવાખાના-ક્લિનિકો, સરકારી હોસ્પિટલો, પાલિકાના આરોગ્ય કેન્દ્રોમાં દર્દીઓની લાઈન લાગી રહી છે. નાનપુરા વિસ્તારમાં રહેતી નૂરજહાં (65)નુ ખાનગી હોસ્પિટલમાં મેલેરિયાની સારવાર દરમિયાન મરણ થયું હતું. તો પાંડેસરા ખાતે રહેતા દિપક ગૌડ નામના યુવાનને ઠંડી લાગીને તાવ આવતો હતો તેને સારવાર અર્થે સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. તેનુ પણ સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું.

ડેન્ગ્યૂની અફવાથી SVNIT કેમ્પસ ખાલી!

વરસાદનીમોસમમાં ડેન્ગ્યૂ અને ચિકુનગુનિયા ધીમે ધીમે માથું ઊંચકી રહ્યો છે. SVNITની હોસ્ટેલમાં વિદ્યાર્થીઓમાં ડેન્ગ્યૂ કેસના લક્ષણો દેખાયા હોવાની અફવાથી વિદ્યાર્થીઓ હોસ્ટેલ છોડીને જઇ રહ્યા હોવાનું જાણવા મળ્યું હતું. અંગે કેમ્પસમાં પાણીના નિકાલ માટે કોઇ યોગ્ય વ્યવસ્થા હોવાના કારણે અહિં હોસ્ટેલ નંબર 8-9-10 અને 4ની સામે પાણીનો ભરાવો થઇ રહ્યો છે. ડેન્ગ્યૂમાંથી બચવા ઘણાં વિદ્યાર્થીઓએ થોડા સમય માટે આસપાસના વિસ્તારમાં રહેવા ચાલ્યા ગયા હતા. પરિણામે અન્ય રાજ્યોમાંથી આવતા વિદ્યાર્થીઓ હોસ્ટેલ ખાલી કરીને જતા રહ્યા હોવાની અફવાએ ફેલાઇ હતી.

નાનપુરાની મહિલા અને પાંડેસરાના યુવકનું રોગાચાળામાં મોત નીપજ્યું

મચ્છરજન્ય રોગચાળો બેકાબૂ , તંત્ર નચિંત

અન્ય સમાચારો પણ છે...