• Gujarati News
  • Local
  • Gujarat
  • Surat
  • 255 દિવ્યાંગ બાળકોને શો રૂમના સંચાલકે કપડાં આપ્યાં

255 દિવ્યાંગ બાળકોને શો-રૂમના સંચાલકે કપડાં આપ્યાં

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વડાપ્રધાનનરેન્દ્ર મોદીના જન્મ દિવસની પૂર્વ સંધ્યાએ શહેરના 255 દિવ્યાંગ બાળકોને સાથે રાખીને શહેરના કપડા શો રૂમના માલિકે અનોખી ઉજવણી કરી હતી. તેમાં તમામ 255 દિવ્યાંગ બાળકોને ટીપટોપ તૈયાર કરવા માટે સ્પેશિયલ મેકઅપ આર્ટીસ્ટને બોલાવ્યા હતા. તેમજ બાળકોએ શોરૂમ માંથી પોતાના મનગમતા કપડા લીધા હતા. તે પેટે એકપણ રૂપિયા શોરૂમના માલિકે લીધા નહોતા.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મ દિવસની અનોખી ઉજવણી કરવા માટે છેલ્લા કેટલાય સમયથી મજુરાના ધારાસભ્ય હર્ષ સંઘવી પ્રયાસ કરતા હતા. તેમાં જન્મ દિવસની પૂર્વ સંધ્યાએ દિવ્યાંગ બાળકો સાથે મનાવવા માટેનો વિચાર આવ્યો હતો. વિચાર તેઓએ ઘોડદોડ રોડ પર આવેલા કપડાના શોરૂમના માલિક જીગર પટેલને જણાવ્યો હતો. તેમાં તમામ દિવ્યાંગ બાળકોને તૈયાર કરવા ઉપરાંત તેઓને નવા કપડા આપવામાં આવે તો બાળકો ખુશ થઇ જતા હોય છે. જેથી જીગરભાઇએ તમામ બાળકોને મનગમતા કપડા પેટે એક પણ રૂપિયો લેવાનો ઇન્કાર કરીને તમામ કપડા મફતમાં આપવાનુ નક્કી કર્યુ હતુ. જ્યારે આજે બપોરના સમયે યોજાયેલા સમારોહમાં 255 દિવ્યાંગ બાળકોને સ્કુલ ડ્રેસમાં કપડાના શોરૂમ પર લાવવામાં આવ્યા હતા.

PMનરેન્દ્ર મોદીના જન્મદિનની અલગ પ્રકારે ઉજવણી

અન્ય સમાચારો પણ છે...