આપના પ્રવક્તાની અટકાયત કરાઇ

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સુરત| આજરોજ૪:૦૦ વાગ્યા ના સમયે આપ નેતા ડો.કનુભાઇ કળસરીયા ની અધ્યક્ષતામાં આપ દ્વારા એક કોન્ફરન્સ નુ આયોજન કરવામાં આવેલુ હતુ આજરોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ગુજરાત પ્રવાસના પગલે જે રીતે પાટીદારો, દલીતો તેમજ અન્ય આંદોલનકારીઓની ગેરકાયદેર રીતે ધરપકડ, અટકાયતો કરાવવામાં આવી રહી છે તે બીલકુલ ગેરબંધારણિય અને લોકશાહી નો અવાજ દબાવી દેવાનો ચાલી રહ્યો છે જે વિષય પર પત્રકારો સાથે વિસ્તૃત ચર્ચાનું આયોજન કરેલ હતુ પણ પત્રકાર પરીષદની પોલીસ તંત્રને જાણ થતા આપના પ્રવક્તા યોગેશ જાદવાણીની સવારે ૧૦:૩૦ વાગે કતારગામથી સુરત SOG પોલીસ દ્વારા તેમની અટકાયત કરી તેમને પોલીસ કમિશ્નર કચેરી પર સાંજ ના ૬:૦૦ વાગ્યા સુધી નજરકેદ રાખવામાં આવેલ ગુજરાતની ભાજપ સરકારના હિન પ્રયાસને AAP સખત શબ્દોમાં વખોડી કાઢે છે

અન્ય સમાચારો પણ છે...