• Gujarati News
  • Local
  • Gujarat
  • Surat
  • લિસ્ટેડ બુટલેગર રામુ 1 બેરેલના 2 હજાર ડ્રાઇવરોને આપતો હતો

લિસ્ટેડ બુટલેગર રામુ 1 બેરેલના 2 હજાર ડ્રાઇવરોને આપતો હતો

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
લઠ્ઠાકાંડ નેટવર્કનાં માસ્ટર માઇન્ડ દીપકને ફૈઝાબાદથી દબોચી લેવાયો

દારૂમાં મિથેનોલ ભેળવવાની કળા શીખવનાર ઝડપાયો

AISની ટીમ ભેજાબાજને સુરત લાવી ધરપકડની તજવીજ હાથ ધરશે

લંઠ્ઠાકાંડનીતપાસમાં મુખ્ય સૂત્રધાર રામુ યાદવની પાસેથી એટીએસએ મહત્વની કડીઓ ઓકાવી હતી. જેમાં બુટલેગર રામુ યાદવને દીપક નામના શખ્સે મિથેનોલવાળો દારૂ બનાવવાની રીત શીખવી હતી.દીપક મૂળ યુપી ફૈઝાબાદનો વતની અને ડ્રાઈવરની નોકરીમાં મુંબઈ,અંકલેશ્વર અને ભરૂચમાં ટેન્કરોમાં મિથેનોલ કંપનીમાં સપ્લાય કરવા આવતો હતો.એટીએસની એક ટીમ દીપકને શોધવા માટે યુપી ગઈ છે.જ્યા એટીએસને દીપકને પકડવામાં સફળતા મળી હોવાની વાત જાણવા મળી છે.દીપક નામના ચાલકે બન્ને ડ્રાઈવરો સાથે રામુની ઓળખાણ કરાવી હતી અને મિથેનોલ દેશી દારૂ બનાવવામાં કેવી રીતે ઉપયોગ કરવાનો તે બાબતેની રીતો રામુને તેણે શીખવી હતી.રામુ મિથેનોલવાળો દારૂ બનાવવા માટે દીપકને હજારોની રકમ પણ આપતો હતો. હાલમાં એટીએસએ યુપી તેના વતન ફૈઝાબાદ પહોંચીને ત્યાંથી સ્થાનિક પોલીસ અને ક્રાઈમબ્રાંચની મદદ લઈને દીપકને પકડવામાં સફળતા સાંપડી હોવાની વાત જાણવા મળી છે. આગામી દિવસોમાં એટીએસ યુપીથી દીપકને સુરત લાવીને ધરપકડની કાર્યવાહી કરશે.

લઠ્ઠા

કાંડ

3 સોદાગરોના કોર્ટે10 દિવસના રીમાન્ડ મંજૂર કર્યા

મુંબઈ-ભરૂચની કંપનની સંડોવણીની શંકા

એટીએસને ડ્રાઈવરોની કોલ ડિટેઈલ્સમાં મુંબઈ અને ભરૂચની કંપનીના કર્મચારીઓની સંડોવણી બાબતેના પણ પુરાવવા હાથ લાગ્યા છે.જો કે એટીએસના સત્તાધીશોએ કંઈ કહેવાનો ઈન્કાર કર્યો હતો. મુંબઈની એજીસ કંપનીમાંથી મિથેનોલ લઈને ભરૂચની ગ્લેનમાર્ક કંપનીમાં લઈને જતા રસ્તામાં બેનંબરમાં બન્ને ડ્રાઈવરો વેચાણ કરતા હતા. લિસ્ટેડ બુટલેગર રામુ 40 લીટરના એક બેરેલના 2 હજાર રૂપિયા ડ્રાઈવરોને આપતો હતો. મિથેનોલ ઝેરી હોવાથી એકસાઈઝના નિયમો પ્રમાણે સીલ કરીને મોકલાતુ હતું. જેમાં મુંબઈની કંપનીમાંથી ટેન્કરોના સીલને ઢીલાશ રાખીને સીલ કરાતા હતા. જેના કારણે ડ્રાઈવરો રસ્તામાં વાલ્વ ખોલીને તેમાંથી મિથેનોલ ચોરી કરી બેનંબરમાં વેચાણ કરી દેતા હતા. બંને કંપનીના સ્ટાફની તપાસ ચાલે છે.

અન્ય સમાચારો પણ છે...