તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

શિક્ષણ સમિતિમાં કૌભાંડોની હારમાળા

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સમિતિની હોસ્ટેલ યોજનામાં લાખો રૂપિયાની ગ્રાંટ ચાંઉ

સર્વશિક્ષા અભિયાન અંતર્ગત ચાલતી રેસિડેન્સિયલ હોસ્ટેલની યોજના શિક્ષણ સમિતિમાં કાગળ ઉપર ચાલે છે! કાગળ ઉપર બાળકોની સંખ્યા બતાવીને લાખો રૂપિયાની ગ્રાંટની ખાયકી કરવામાં આવતી હોવાની ચોંકાવનારી માહિતી સામે આવી છે.છેલ્લા ત્રણ-ચાર વર્ષથી શિક્ષણ સમિતિના એક અધિકારીની રહેમ નજરથી આખું કૌભાંડ ચાલી રહ્યું છે.

શિક્ષણ સમિતિમાં સર્વ શિક્ષા અભિયાન મિશનમાં સી.આર.સી અને યુ.આર.સીના મેળાપીપણામાં શિક્ષણની વિવિધ યોજનાના નાણાનો દુર્વ્યય થાય છે. સર્વ શિક્ષા અભિયાન અંતર્ગત સ્લમ વિસ્તારના બાળકો માટે રેસિડેન્સિયલ હોસ્ટેલની યોજના છે. યોજના અંતર્ગત શાળા બહારના બાળકોને ભણાવવાનું અને વયકક્ષા મુજબનું શિક્ષણ કાર્ય કરાવવાનું હોય છે.આ યોજના હેઠળ બાળકો માટે નિવાસી હોસ્ટેલની સુવિદ્યા પણ આપવામાં આવે છે. યોજના હેઠળ બાળક દીઠ વાર્ષિક રૂા.16590ની ગ્રાંટ ફાળવવામાં આવે છે. પરંતુ શિક્ષણ સમિતિની શાળાઓમાં આવી હોસ્ટેલ માત્ર નામ પૂરતી ચાલે છે. આજદિન સુધી સી.આર.સી અને યુ.આર.સીઓએ હોસ્ટેલ માટે મળતી ગ્રાંટનો માત્રને માત્ર વહીવટ કર્યો છે. કાગળ ઉપર બાળકોની સંખ્યા બતાવી મસમોટી ગ્રાંટ ચાંઉ કરાતી હોવાની માહિતી મળી છે. કૌભાંડની તપાસ થાય તો મોટા માથાઓની સંડોવણી આવી શકે છે. મનપા કમિશનર દ્વારા હોસ્ટેલ કૌભાંડની નિષ્પક્ષ તપાસ કરાય તો ઘટસ્ફોટ થઇ શકે છે.

ચાલુ વર્ષે હોસ્ટેલ માટે દરખાસ્ત આવી નથી

^ચાલુ વર્ષે હોસ્ટેલની કોઇ દરખાસ્ત આવી નથી. જેથી હોસ્ટેલ શરૂ કરાય હતી. યોજનામાં ચાલુ વર્ષે હોસ્ટેલ માટે 50 બાળકોની સંખ્યા છે. પરંતુ મંજૂરી મળતા હોસ્ટેલ શરૂ થઇ નથી. > હિતેશમાખેચા, શાસનાધિકારી

બાળકદીઠ મળતી રૂ. 16590ની ગ્રાન્ટ કાગળ પર દર્શાવી

વધુ એક કૌભાંડ |સમિતિમાં સર્વ શિક્ષા અભિયાનમાં કટકી

યોજનાઓમાં કૌભાંડ

સમિતિમાં શેતરંજી કૌભાંડ, હોસ્ટેલ કૌભાંડ, સ્વચ્છતા કીટ સહિતના કૌભાંડો થયા છે. સર્વ શિક્ષા અભિયાનની યોજના અંતર્ગત મળતી ગ્રાન્ટને ચાઉં કરવામાં સમિતિના અધિકારી માસ્ટર માઇન્ડ છે. જેને ભાજપ નેતાઓ છાવરી રહ્યા છે.

{ શાળા નંબર 71માં ત્રણ વર્ષથી ગેરહાજર છતાં શિક્ષક પાસેથી દોઢ લાખ પડાવી નિયમિત હાજર કર્યા

{ શાળા નંબર 200માં બે વર્ષથી ગેરહાજર છતાં રૂા.50 હજાર લઇને નિયમિત હાજર કર્યા

{ શાળા નંબર 248ના શિક્ષક બે વર્ષથી ગેરહાજર છતાં રૂા.50 હજાર લઇને નિયમિત હાજર કર્યા

{ કિસ્સા નં 4: ઉર્દૂ માધ્યમના શિક્ષકોની અમદાવાદ ખાતે બદલી કરવા માટે શિક્ષક દીઠ સેટિંગ રૂા.25,000

{ આશ્રિતોની ભરતીમાં નિયમો વિરુધ્ધ ભરતી કરી તેવા ઉમેદવારો પાસેથી રૂા.1 લાખથી 2 લાખ સુધીનું ઉઘરાણું

{ નિરીક્ષકોની ભરતીમાં ઉમેદવારદીઠ લાખોની ઉઘરાણી

{ કેશોદ દુર્ઘટનામાં સહાયના નામે કેશિયરોએ 4000 શિક્ષકો પાસેથી ઉઘરાવેલા ફંડમાં કટકી

શાસનાધિકારીના શાસનમાં થયેલા ભ્રષ્ટાચારના કેટલાક કિસ્સા

અન્ય સમાચારો પણ છે...