તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કેજરીની મોટી...

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
કેજરીની મોટી...

લાંબાસમયથી તકલીફ હતી. તેમને સાજા થવામાં સમય લાગશે.સુધારો ધીમે-ધીમે થશે. કેજરીવાલનું ઓપરેશન ડો.પોલ સી. સાલિન્સે કર્યુ હતું. વિભિન્ન ટેસ્ટોના આધારે તબીબો નિષ્કર્ષ પર પહોંચ્યા હતા કે ઉધરસની સમસ્યા સમાપ્ત કરવા માટે ઓપરેશન કરવું પડશે. કેજરીવાલ ત્રીજી વાર સારવાર માટે બેંગલુરુ પહોંચ્યા છે. પહેલાં પણ એકવાર તેઓ ઉધરસની સારવાર કરાવી ચૂક્યા છે.બીજી વાર તેમણે ડાયાબિટીસની સારવાર કરાવી હતી.

વિસાવદરમાંબે કલાકમાં...

િસાવદરશહેરમાં, લાલપુર, માંડાવડ સહિતનાં વિસ્તારોમાં વધુ રહ્યું હતું. વરસાદને પગલે પોપટડી, મહિયારીયો, કાબરા અને ધ્રાફડમાં પુર આવ્યા હતા. જોકે, આભ ફાટ્યા જેવી સ્થિતી સર્જાવા છત્તાં વિસાવદર પંથકમાં ખડકાળ અને કડક જમીનવાળો હોવાથી અહીં પાણી ભરાવાની સમસ્યા ઉભી થઇ નથી. અને વરસાદનાં પાણી પણ વહી ગયા હતા.

અમરેલીજીલ્લામાં અડધાથી અઢી ઇંચ મેઘ મહેર : ગુરુવારેબપોર બાદ જીલ્લાભરમાં મેઘસવારી આવી પહોંચી હતી. અમરેલી જીલ્લાના 10 તાલુકામાં અડધા ઇંચથી લઇ અઢી ઇંચ વરસાદ વરસી જતા જગતનો તાત હરખાઇ ઉઠ્યો હતો. લીલીયા પંથકમાં બપોર બાદ ધોધમાર વરસાદ તુટી પડયો હતો અને જોતજોતામાં અઢી ઇંચ વરસી ગયો હતો. જેના કારણે નાવલી નદીમાં ભારે પુર આવ્યુ હતું. સાવરકુંડલા અને જાફરાબાદ પંથકમાં સવા બે ઇંચ વરસાદ થયો હતો. લાઠી તાલુકાના મતીરાળા ગામે બે થી અઢી ઇંચ વરસાદ પડયો હતો. જાફરાબાદ તાલુકામાં ટીંબી ઉપરાંત શેલણા, માણસા, મોટી મોલી વિગેરે ગામોમાં દોઢ ઇંચ જેટલો વરસાદ પડી ગયો હતો.

દક્ષિણ ગુજરાતમાં પણ વરસાદ

સુરતમાં 6 મિમી, કામરેજમાં દોઢ ઇંચ, ચોર્યાસી 6 મિમી, મહુવા 2 મિમી, માંગરોલ 14 મિમી, ઓલપાડ 7 મિમી, પલસાણામાં 14 મિમી વરસાદ નોંધાયો હતો.

મુંબઈમાં ભારે વરસાદ

મુંબઈના ઘણા વિસ્તારોમાં ગુરુવારે ભારે વરસાદ થયો હતો. હવામાન વિભાગ દ્વારા કહેવાયું હતું કે હવાનું ઓછું દબાણ સર્જાતા શહેરમાં 48 કલાકમાં ભારેથી અતિભારે વરસાદ થઈ શકે છે.

રૂપાણીટિ્વટર પર...

સીએમબન્યા પછી તેમના ફોલોઅર્સની સંખ્યા વધી છે. ટિ્વટર ટાઉનહોલ કાર્યક્રમ થકી તેઓ લોકો સાથે સીધો સંવાદ કરશે. શુક્રવારે અંગેની જાહેરાત થશે. લોકો ટિ્વટર પર ‘આસ્ક વિજય રૂપાણી’ હેશટેગના ઉપયોગથી સીએમને કોઇપણ પ્રશ્ન પૂછી શકશે. 23મીએ મહાત્મા મંદિર ખાતે યોજાનારા કાર્યક્રમમાં વિજય રૂપાણી પસંદ કરેલા 15થી 20 પ્રશ્નોના જવાબ આપશે. સમગ્ર કાર્યક્રમનું યૂ-ટ્યૂબ પર લાઇવ બ્રોડકાસ્ટ થશે.

ઉલ્લેખનીય છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારે તેમણે ગૂગલ હેન્ગઆઉટ કાર્યક્રમ આપ્યો હતો જે ભારે સફળ રહ્યો હતો. હવે વિજય રૂપાણી પણ મોદીના પગલે સોશિયલ મીડિયાથી લોકો સાથે કનેક્ટ થવાનો પ્રયાસ કરી રહ્યા છે.

પીએમમોદી આજે...

રિલીફફંડ માટે નરેન્દ્ર મોદીને અર્પણ કરવામાં આવશે. 16મીએ રાત્રે નવ વાગ્યે અમદાવાદ એરપોર્ટ પર વડાપ્રધાનનું આગમન થશે. જ્યાં મુખ્યમંત્રી, પ્રદેશ ભાજપ પ્રમુખ, તમામ મંત્રીઓ અને પ્રદેશ નેતાઓ સહિત હજારો કાર્યકરો તેમનું સ્વાગત કરશે. અહીંથી તેઓ રાજભવન જશે. રાતવાસો ત્યાં કરશે. વહેલી સવારે તેઓ ગાંધીનગરના બાવીસ સેક્ટરના પંચદેવ મંદિરમાં દર્શન કરશે, ત્યાંથી રાયસણ ખાતે તેમના લઘુબંધુના ઘરે રહેતા માતાના આશીર્વાદ મેળવશે. નવસારીમાં યોજાનારા કાર્યક્રમમાં રૂ. 8 કરોડની સાધન સહાયનું 15 હજાર દિવ્યાંગ બાળકોને વિતરણ થશે. ગૃહ રાજ્યમંત્રી પ્રદીપસિંહ જાડેજાએ સુરક્ષા સહિતની તમામ વ્યવસ્થાની આજે સમીક્ષા પણ કરી હતી.

અન્ય સમાચારો પણ છે...