તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Surat
  • CMના આગમનને પગલે પાસના કાર્યકરો પર પોલીસની બાજ નજર

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

CMના આગમનને પગલે પાસના કાર્યકરો પર પોલીસની બાજ નજર

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
રાજ્યનામુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીના રવિવારે જસદણ અને રાજકોટમાં કાર્યક્રમ હોઇ પાસના કાર્યકરો કાર્યક્રમ સ્થળે કોઇ વિક્ષેપ કરે નહીં તે માટે પોલીસ દ્વારા સઘન તૈયારીઓ શરૂ કરવામાં આવી છે અને પાસના કાર્યકરો પર શનિવારથી વોચ ગોઠવી દેવામાં આવી છે. જસદણમાં કાર્યક્રમ સ્થળ પર બે હજાર પોલીસ જવાનો તૈનાત કરવામાં આવ્યા છે. રાજકોટમાં પણ ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે.

સુરતમાં અભિવાદન સમારોહમાં પાસના કાર્યકરોએ મચાવેલી ધમાલના ઘેરા પડઘા પડ્યા હતા. સુરતમાં રહી ગયેલી સુરક્ષાની ક્ષતિઓ પર હવે વધુ ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું છે અને મુખ્યમંત્રીના કાર્યક્રમો જે સ્થળે હોઇ ત્યાં તંત્ર દ્વારા તમામ પ્રકારની તૈયારીઓ અગાઉથી કરવામાં આવી રહી છે. રવિવારે જસદણમાં પટેલ પરિવાર દ્વારા બનેલા અત્યાધુનિક મલ્ટિ સ્પેશિયાલિટી હોસ્પિટલના ઉદ્દઘાટન પ્રસંગે મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી ઉપસ્થિત રહેવાના છે. પાસના કાર્યકરો કાર્યક્રમમાં દેખાવ કરે નહીં તે માટે જિલ્લા પોલીસવડા અંતરિપ સુદના માર્ગદર્શન હેઠળ લોખંડી બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. જસદણમાં 2 હજાર પોલીસ જવાનોને તૈનાત કરાયાનું એસ.પી.સુદે જણાવ્યું હતું.

જસદણના કાર્યક્રમ બાદ મુખ્યમંત્રી રાજકોટ આવવાના છે અને રાજકોટમાં ચાલી રહેલા ગણપતિ મહોત્સવમાં અનેક પંડાલોની મુલાકાત લેવાના છે. રાજકોટમાં પણ મુખ્યમંત્રીની ઉપસ્થિતિને પગલે શહેરભરમાં ચાંપતો બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. પોલીસ કમિશનર અનુપમસિંઘ ગેહલોતના માર્ગદર્શન હેઠળ 2 ડીસીપી, 5 એસીપી, 21 પીઆઇ સહિત 800થી વધુ પોલીસ જવાનોને તૈનાત કરવામાં આવ્યા છે. પાસના કાર્યકરોની અટકાયત કરવામાં આવી છે કે કેમ તે બાબતે શહેર પોલીસ કમિશનર ગેહલોત અને એસ.પી.સુદે જણાવ્યું હતું કે, કોઇની અટકાયત કરવામાં આવી નથી, પરંતુ કેટલાક લોકો પર પોલીસે વોચ ગોઠવી છે અને કાર્યક્રમ સ્થળે કોઇ વિક્ષેપ પહોંચાડવાનો પ્રયાસ કરશે તો સ્થળ પર તેની સામે કાનૂની કાર્યવાહી કરવામાં આવશે.

જસદણના કાર્યક્રમમાં 2000 પોલીસ જવાન તૈનાત કરાયા

સુરતના સત્કાર સમારંભની ઘટના બાદ તંત્ર વધુ એલર્ટ બન્યું

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આજની સ્થિતિ થોડી અનુકૂળ રહેશે. બાળકોને લગતા કોઇ શુભ સમાચાર મળવાથી મન પ્રસન્ન રહેશે. ધાર્મિક ગતિવિધિઓમાં સમય પસાર કરવાથી માનસિક શાંતિ પણ મળી શકે છે. નેગેટિવઃ- ધનને લગતું કોઇપણ પ્રકારનું લે...

    વધુ વાંચો