તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સુરત : 24ને પી ગયો લઠ્ઠો

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
સુરતજિલ્લાના કડોદરા વિસ્તારમાં વરેલી ગામ ખાતે સર્જાયેલા લઠ્ઠાકાંડની ઘટના બાદ શનિવારે વધુ બે મહિલા સહિત ત્રણના મોત થયાં છે. સુરત શહેર અને જિલ્લાઓમાં ચાલતા દેશી દારૂના અડ્ડાઓને કારણે છેલ્લા 23 દિવસમાં સર્જાયેલી લઠ્ઠાકાંડની ચાર ઘટનાને કારણે 24 નિર્દોષ લોકો મોતને ભેટયા હતા. ઘટનાક્રમની શરૂઆત 18 ઓગસ્ટે બે લોકોનાં મોત સાથે થઈ હતી. રાજ્ય સરકારે છેક હવે ત્રણ સભ્યોની કમિટિની રચના કરી તપાસના આદેશ આપ્યા છે. કાયદો અને વ્યવસ્થાના એડીઆઈજી, નશાબંધી વિભાગના આઈએએસ

...અનુસંધાન પાનાં નં.17

અને ફોરન્સીક સાયન્સના વડા સહિતની ત્રણ સભ્યોની તપાસ સમિતિ રચી છે. જેને ત્રણ દિવસમાં રિપોર્ટ સુપરત કરવાનો છે.

સુરત જિલ્લાના ગામડાઓમાં 108 એમ્બ્યુલન્સને સ્ટેન્ડબાય રાખી આરોગ્ય કંટોલરૂમ શરૂ કરાવ્યો હતો. લઠ્ઠાકાંડની ઘટનાને પગલે સુરત જિલ્લામાં અત્યાર સુધીમાં 6 પીઆઈની બદલી કરી દેવામાં આવી હતી. 18મી ઓગષ્ટએ સુરત જિલ્લાના નિયોલગામે દેશી દારૂ પીવાના કારણે લીબાંયત ગોડાદરાના ગણેશનગરમાં રહેતા કિશન દિનેશ બાધા ...અનુસંધાન પાનાં નં.14તથા ક્રિષ્ના કિશોર વાઘનું મોત થયું હતું. જ્યારે તેના બે મિત્રો પૈકી ભીમરાવ બાપુભાઈ સાંળુકે(રહે,વીરદર્શેન સોસાયટી,પરવટગામ)ની આંખે નબળાઈ આવી જતા ખાનગી હોસ્પિટલમાં લઈ જવાયો હતો.આ ઘટના બાદ પૂણામાં એક સાથે પાંચ જુવાનજોધ વ્યકિતઓના મોત થતા તેમાં પણ લઠ્ઠાકાંડની આંશકા સેવાય હતી. ગત 26મી સવારે 10.30 થી લઈને 27 મી તારીખે બપોરે 1.00 વાગ્યા સુધીમાં રહસ્યમય સંજોગોમાં 30 થી 35 વર્ષની વયના પાંચ યુવકોના મોત થતા પૂણા પોલીસ હરકતમાં આવી હતી. 26 કલાકમાં 5 વ્યકિતઓના મોતને પગલે પૂણા પોલીસે આખી ઘટનાને અકસ્માતમાં ખપાવી દેવાનો ખેલ કર્યા હતો. ત્રીજો લઠ્ઠાકાંડ કાપોદ્વાની રામરાજ્ય સોસાયટીમાં એક મકાનમાં રહેતા પ્રવિણ રામજી ઉરઘણે તથા ગોવિંદ નરસિંહ રેડ્ડીનું દેશી દારૂના કારણે મોત થયું હતું. બન્નેના એફએસએલના રીપોર્ટમાં લઠ્ઠાકાંડ આવતા કાપોદ્વા પોલીસે ગઈકાલે બે ગુનાઓ દાખલ કર્યા હતા. ચોથો લઠ્ઠાકાંડ સુરત જિલ્લાના વરેલી ગામમાં ગત 7મી તારીખે થયો હતો. જેમાં એક પછી એક યુવકો મોતને ભેટતા અત્યાર સુધીમાં 13 લોકોના મોત થયા હતા. શહેર અને જિલ્લામાં હાહાકાર મચાવનાર લઠ્ઠાકાંડને કારણે સરકારીતંત્ર દોડતુ થયું હતું.ઉપરાંત શહેરની ત્રણ ખાનગી હોસ્પિટલમાં લઠ્ઠાકાંડના દર્દીઓને ફીમાં સારવાર આપવાની તૈયારી કરાય છે. જયારે આપ અને કોગ્રેસના નેતાઓએ ઉચ્ચ પોલીસ અધિકારીની સામે પગલા ભરવાની માંગ કરી હતી.લઠ્ઠાકાંડની ઘટના બનવા છતાં જિલ્લાની પોલીસ અને શહેરની પોલીસ એકબીજાની ઉપર દોષનો ટોપલો નાખી છટકી રહયા છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- વ્યક્તિગત તથા વ્યવહારિક ગતિવિધિઓમાં સારી વ્યવસ્થા બની રહેશે. નવી-નવી જાણકારીઓ પ્રાપ્ત કરવામાં પણ યોગ્ય સમય પસાર થશે. તમારે તમારા મનગમતા કાર્યોમાં થોડો સમય પસાર કરવાથી મન પ્રફુલ્લિત રહેશે અને...

  વધુ વાંચો