તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સુરત જિલ્લાના...

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સુરત જિલ્લાના...

રચનાકરી તપાસના આદેશ આપ્યા છે. કાયદો અને વ્યવસ્થાના એડીઆઈજી, નશાબંધી વિભાગના આઈએએસ અને ફોરન્સીક સાયન્સના વડા સહિતની ત્રણ સભ્યોની તપાસ સમિતિ રચી છે. જેને ત્રણ દિવસમાં પોતાનો રિપોર્ટ સુપરત કરવા ગૃહ વિભાગે આદેશ કર્યો છે.

ઘટનામાં સુરત જિલ્લાના ગામડાઓમાં 108 એમ્બ્યુલન્સને સ્ટેન્ડબાય રાખી આરોગ્ય કંટોલરૂમ શરૂ કરાવ્યો હતો. લઠ્ઠાકાંડની ઘટનાને પગલે સુરત જિલ્લામાં અત્યાર સુધીમાં 6 પીઆઈની બદલી કરી દેવામાં આવી હતી. 18મી ઓગષ્ટએ સુરત જિલ્લાના નિયોલગામે દેશી દારૂ પીવાના કારણે લીબાંયત ગોડાદરાના ગણેશનગરમાં રહેતા કિશન દિનેશ બાધા તથા ક્રિષ્ના કિશોર વાઘનું મોત થયું હતું. જ્યારે તેના બે મિત્રો પૈકી ભીમરાવ બાપુભાઈ સાંળુકે(રહે,વીરદર્શેન સોસાયટી,પરવટગામ)ની આંખે નબળાઈ આવી જતા ખાનગી હોસ્પિટલમાં લઈ જવાયો હતો.આ ઘટના બાદ પૂણામાં એક સાથે પાંચ જુવાનજોધ વ્યકિતઓના મોત થતા તેમાં પણ લઠ્ઠાકાંડની આંશકા સેવાય હતી. ગત 26મી સવારે 10.30 થી લઈને 27 મી તારીખે બપોરે 1.00 વાગ્યા સુધીમાં રહસ્યમય સંજોગોમાં 30 થી 35 વર્ષની વયના પાંચ યુવકોના મોત થતા પૂણા પોલીસ હરકતમાં આવી હતી. 26 કલાકમાં 5 વ્યકિતઓના મોતને પગલે પૂણા પોલીસે આખી ઘટનાને અકસ્માતમાં ખપાવી દેવાનો ખેલ કર્યા હતો. ત્રીજો લઠ્ઠાકાંડ કાપોદ્વાની રામરાજ્ય સોસાયટીમાં એક મકાનમાં રહેતા પ્રવિણ રામજી ઉરઘણે તથા ગોવિંદ નરસિંહ રેડ્ડીનું દેશી દારૂના કારણે મોત થયું હતું. બન્નેના એફએસએલના રીપોર્ટમાં લઠ્ઠાકાંડ આવતા કાપોદ્વા પોલીસે ગઈકાલે બે ગુનાઓ દાખલ કર્યા હતા. ચોથો લઠ્ઠાકાંડ સુરત જિલ્લાના વરેલી ગામમાં ગત 7મી તારીખે થયો હતો. જેમાં એક પછી એક યુવકો મોતને ભેટતા અત્યાર સુધીમાં 13 લોકોના મોત થયા હતા. શહેર અને જિલ્લામાં હાહાકાર મચાવનાર લઠ્ઠાકાંડને કારણે સરકારીતંત્ર દોડતુ થયું હતું.ઉપરાંત શહેરની ત્રણ ખાનગી હોસ્પિટલમાં લઠ્ઠાકાંડના દર્દીઓને ફીમાં સારવાર આપવાની તૈયારી કરાય છે. જયારે આપ અને કોગ્રેસના નેતાઓએ ઉચ્ચ પોલીસ અધિકારીની સામે પગલા ભરવાની માંગ કરી હતી.લઠ્ઠાકાંડની ઘટના બનવા છતાં જિલ્લાની પોલીસ અને શહેરની પોલીસ એકબીજાની ઉપર દોષનો ટોપલો નાખી છટકી રહયા છે.

3સભ્યોની સમિતિને...

એડીઆઈજી,નશાબંધી વિભાગના આઈએએસ અને ફોરન્સીક સાયન્સના વડા સહિતની ત્રણ સભ્યોની તપાસ સમિતિ રચી છે. જેને ત્રણ દિવસમાં પોતાનો રિપોર્ટ સુપરત કરવા ગૃહ વિભાગે આદેશ કર્યો છે.

અંગે વિગતો આપતાં ગૃહ રાજ્યમંત્રી પ્રદીપસિંહ જાડેજાએ કહ્યું કે, પ્રકારના અકુદરતી મૃત્યુની માહિતી મળતાં મુખ્યમંત્રીએ તેની સઘન તપાસની સૂચના આપી. જેના પગલે એડીઆઈજી વી એમ પારગી, નશાબંધી અને આબકારી નિયામક બી કે કુમાર અને ફોરેન્સીક સાયન્સ લેબોરેટરીના નિયામક ડૉ. એમ એસ દહિયાની તપાસ સમિતિ રચવામાં આવી છે.

તેમણે કહ્યું કે, મૃત્યુ પામનાર પ્રત્યેક વ્યક્તિના લોહીના નમૂનાના પરીક્ષણ ઉપરાંત વીશેરાની પણ તપાસ થશે. નમૂના સુરતની રિજિયોનલ ફોરેન્સિક સાયન્સ લેબને મોકલી આપવામાં આવ્યા છે. ઉપરાંત, તમામ અસરગ્રસ્તોની તબીબી સારવારનો ખર્ચ રાજ્ય સરકારે ભોગવવાનો પણ નિર્ણય કર્યો છે.

વેન્ટિલેટરમળતા...

સામેમાત્ર 12 વેન્ટિલેટર છે. તેમાંથી પણ 3 બગડેલાં છે. આથી અન્ય બાળકોને જરૂર હોવા છતાં સુવિધા પ્રાપ્ત થતી નથી.

યુ. એન. મહેતામાંથી સિવિલમાં દાખલ કરાયેલી ગાંધીનગરની બાળકીનું શનિવારે સાંજે મૃત્યુ થયું હતું. મૃત બાળકીના મામાએ નામ લખવાની શરતે જણાવ્યું હતું કે, 4 દિવસની મારી ભાણીને સિવિલના એ-5 એનઆઇસીયુમાં ખસેડાઈ ત્યારે તેની હાલત સારી હતી. એનઆઇસીયુમાં દાખલ કરાયા બાદ તેને વેન્ટિવેટર પર મૂકવામાં આવી હતી, પણ વેન્ટિલેટર બગડેલું હોવાથી તેને શ્વાસમાં લેવામાં તકલીફ પડતી હતી. આથી હૉસ્પિટલ સ્ટાફ વારંવાર ટેપ મારીને વેન્ટિલેટર સરખું કરતો હતો. એનઆઇસીયુમાં કોઈપણ વ્યક્તિ બેરોકટોક અવરજવર કરતી હોવાથી બાળકોને ઇન્ફેક્શનનો ખતરો વધવાની સાથે સ્ટાફની તકેદારીને અભાવે તેનું મૃત્યુ થયું છે.

મૃત્યુ પામેલાં બાળક : હિંમતનગરનાં 2, ગાંધીનગરનું 1 અને અમદાવાદના મેમ્કો, બાપુનગર અને મેઘાણીનગરની ખાનગી હૉસ્પિટલથી 3 બા‌ળક સિવિલમાં દાખલં કરાયાં હતાં.

12 વેન્ટિલેટર, તેમાં પણ ત્રણ બગડેલા : સિવિલના બાળવિભાગમાં રોજ 80થી 100 બાળક સારવાર હેઠળ હોય છે. આથી દર 10 બાળકે 1 વેન્ટિલેટર હોવું જોઈએ તેની સામે માત્ર 12 વેન્ટિલેટર છે અને તેમાંથી 3 બગડેલાં છે. તેમજ વેન્ટિલેટરની અવેજમાં ઉપયોગમાં આવતાં સીપીએપી અને એરફો જેવાં સાધનોની સંખ્યા પણ ઓછી છે.

ઝાકિરનીNGOએ રાજીવ...

જરૂરિયાતોસંતોષવા વર્ષ 2002માં તેની સ્થાપના થઇ હતી. તે ખાસ કરીને ઉત્તરપ્રદેશ અને હરિયાણામાં કાર્યરત છે. IRFના પ્રવક્તા આરિફ મલિકે જણાવ્યું હતું કે IRF દ્વારા RGCTને 2011માં 50 લાખ રૂપિયાનું દાન અપાયું હતું, જે RGCTએ વર્ષે જુલાઇમાં ઢાકાની રેસ્ટોરન્ટમાં થયેલા આતંકવાદી હુમલા બાદ પરત કર્યું હતું. RGCTએ કયા કારણથી આમ કર્યું હતું તેની અમને જાણ નથી પણ અમારો મુદ્દો છે કે અમે અન્ય NGOને પણ દાન આપ્યું હતું તો પછી એક NGOને શા માટે અલગ તારવવામાં આવી છેω

ઝાકિરનું 50 લાખનું ડોનેશન તેને છાવરવા માટેની લાંચ : ભાજપ

કેન્દ્રીય પ્રધાન રવિ શંકર પ્રસાદે આક્ષેપ કર્યો હતો કે કોંગ્રેસ પ્રમુખ સોનિયા ગાંધીના નેતૃત્વ હેઠળના રાજીવ ગાંધી ફાઉન્ડેશનને ઝાકિર નાઇકની એનજીઓ દ્વારા અપાયેલું 50 લાખ રૂપિયાનું દાન ઝાકિરની દેશવિરોધી પ્રવૃત્તિઓને છાવરવા માટે અપાયેલી લાંચ હતી.

મોદી સરકારનું અમને બદનામ કરવાનું કાવતરું : કોંગ્રેસ

કોંગ્રેસ પ્રવક્તા રણદીપ સુરજેવાલાએ જણાવ્યું હતું કે રાજીવ ગાંધી ચેરિટેબલ ટ્રસ્ટે કાયદાનુસાર દાન મેળવ્યું હતું અને ઝાકિર નાઇક, ઇસ્લામિક રિસર્ચ ફાઉન્ડેશનની પ્રવૃત્તિઓ અંગે સર્જાયેલા વિવાદને પગલે તે દાન પરત કરાયું હતું. મોદી સરકાર નર્યા જૂઠાણાના આધાર પર કોંગ્રેસને બદનામ કરી રહી છે.

RSSગુજરાતના...

પરિવારનીબે દિવસની અખિલ ભારતીય સમન્વય બેઠક યોજાઇ હતી, જેમાં સંઘ અને તેની સાથે સંકળાયેલા સંગઠનોના રાષ્ટ્રીય સ્તરના હોદ્દેદારોએ ભાગ લીધો હતો. ભાજપ તરફથી રાષ્ટ્રીય સંગઠન મહામંત્રી રામ માધવ બેઠકમાં હાજર રહ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આજે તમારો મોટાભાગનો સમય પરિવાર તથા ફાયનાન્સ સાથે જોડાયેલાં કાર્યોમાં પસાર થશે અને પોઝિટિવ પરિણામો પણ સામે આવશે. કોઇપણ પરેશાનીમાં નજીકના સંબંધીનો સહયોગ તમારા માટે વરદાન સાબિત થશે. નેગેટિવઃ...

    વધુ વાંચો