તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Local
 • Gujarat
 • Surat
 • લઠ્ઠાકાંડની ચોથી ઘટના: વરેલીની 2 મહિલા સહિત 3નાં મોત, મૃતાંક 15

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

લઠ્ઠાકાંડની ચોથી ઘટના: વરેલીની 2 મહિલા સહિત 3નાં મોત, મૃતાંક 15

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
સુરતકડોદરા રોડ પર વરેલી ગામ ખાતે સર્જાયેલી લઠ્ઠાકાંડની ઘટના બાદ બે મહિલા સહિત વધુ ત્રણના મોતની ઘટના બાદ ફફડાટ ફેલાયો છે. લઠ્ઠાકાંડમાં વરેલીમાં એક મહિલા, કડોદરામાં એક મહિલા અને એક અજાણ્યા ઈસમ સહિત ત્રણના મોત, એક વ્યક્તિએ આંખ ગૂમાવી છે. અત્યાર સુધી કુલ 15ના મોત બાદ છેવટે ગૃહવિભાગ હરકતમાં આવ્યું છે.

નિયોલ બાદ સુરત શહેર અને હવે વરેલી ખાતે શંકાસ્પદ મોતની ઘટનાઓ શરૂ થઈ હતી. વરેલીમાં 4 સપ્ટેમ્બરે 2 યુવકના મોત થયા હતાં. ત્યારબાદ 7મી સપ્ટેમ્બરે 3, 8મી સપ્ટેમ્બરે 1નું ઉપરાંત 9મી સપ્ટેમ્બરે 6 તેમજ 10 સપ્ટેમ્બરે 3 વ્યક્તિના મોત થતાં કુલ આંક 15 પર પહોંચ્યો હતો. કડોદરાના મુકેશ પાંડેએ આંખ ગૂમાવી છે. શુક્રવારે વરેલીના એક યુવકે આંખ ગૂમાવી હતી.

ડીડીઓ કે.રાજેશે શનિવારે વરેલી ગામની મુલાકાત લીધી હતી. મૃતકોના રીપોર્ટ એફએસએલ માટે મોકલાયા હતા તથા તમામ મૃતકોને ત્વરિતે સંકટમોચન યોજના હેઠળ 10 હજાર રુપિયાની સહાયતા આપી છે. ક્રાઇમ બ્રાંચના જોઇન્ટ સીપી ખુરશીદ અહેમદએ જણાવ્યુ હતુ કે એફએસએલના રિપોર્ટના આધારે ગુનો દાખલ કરાઇ ગયો છે. નિષ્પક્ષ તપાસ થાય તે માટે તપાસ પણ ક્રાઇમ બ્રાંચને સોંપાઇ છે. જવાબદારોને શોધીને તપાસ કરાશે.

30હજાર લોકોનો સરવે

^શુક્રવારથી વરેલીમાં 24 કલાક આરોગ્યની ટીમ મુકી 30 હજારથી પણ વધુ લોકોનો સરવે થયો છે. જે લોકો શંકાસ્પદ જણાયા હતા તેમની સારવાર કરાઈ રહી છે. જેઓ ગંભીર છે તેમને સુરત અથવા નજીકની હોસ્પિટલમાં સારવાર મળે તેવી વ્યવસ્થા ગોઠવાઈ છે. > મેઘામહેતા, જિલ્લાઆરોગ્ય અધિકારી

સમગ્ર ઘટના પર CMની સતત નજર, તમામ મૃતકોને ત્વરિતે સંકટમોચન યોજના હેઠળ 10 હજાર રૂપિયાની સહાય, અસરગ્રસ્તોને મફત સારવાર

કાગળ પર દારૂબંધી | વધુ ત્રણ વ્યક્તિનાં મોતથી વરેલી પંથક હચમચી ઊઠ્યું

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- વ્યક્તિગત તથા વ્યવહારિક ગતિવિધિઓમાં સારી વ્યવસ્થા બની રહેશે. નવી-નવી જાણકારીઓ પ્રાપ્ત કરવામાં પણ યોગ્ય સમય પસાર થશે. તમારે તમારા મનગમતા કાર્યોમાં થોડો સમય પસાર કરવાથી મન પ્રફુલ્લિત રહેશે અને...

  વધુ વાંચો