તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ટેક્સટાઇલ પેઢીની ચાર કરોડની બેનામી આવક

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
આવકવેરાવિભાગની રેન્જ-5 દ્વારા રીંગરોડ ટેક્સટાઇલ માર્કેટની પેઢી પર હાથ ધરવામાં આવેલા સરવેમાં રૂપિયા 4 કરોડની બેનામી આવક મળી આવી હતી. સાથે બે દિવસમાં રૂપિયા 64 કરોડની બ્લેકમની બહાર આવી છે. નોંધનીય છે કે અધિકારીઓ હાલ પેની સ્ટોક અને શેર પ્રિમિયમની ગેરરીતિના કેસમાં સરવે કરી રહ્યા છે.

ગતરોજ આઇટીની રેન્જ-1, 4 અને 8 દ્વારા શહેરના બિલ્ડર, ટેક્સટાઇલ ફર્મ, કોલસાના વેપારી અને કોન્ટ્રાકટરને ત્યાં તપાસ કરીને રૂપિયા 60 કરોડનું કાળુ નાણુ શોધી કાઢયુ હતુ. દરમિયાન ગતરોજ રેન્જ-5ની ટીમ દ્વારા ન્યૂ ટેક્સટાઇલ માર્કેટમાં આવેલી મહાવીર ફેશનમાં તપાસ કરી હતી. અધિકારીઓએ સ્ટોક અને હિસાબી ચોપડાની ચકાસણી બાદ કેસ મજબૂત કર્યો હતો આથી સંચાલકોએ રૂપિયા ચાર કરોડની બેનામી આવક કબૂલ કરી લીધી હતી. આઇડીએસમાં અત્યાર સુધી જે રૂપિયા 350 કરોડનું ડિસ્કલોઝર થયું છે તેમાં ટેક્સટાઇલ માર્કેટ ગાયબ છે. બીજી તરફ પેની સ્ટોક અને શેર પ્રિમિયમની ગેરરીતિમાં કેટલાંક ટેક્સટાઇલ વેપારીઓ આગળ પડતાં રહ્યા હતા.

રિપોર્ટ માટે દોડાદોડી: ટેક્સટાઇલ ટાર્ગેટ પર

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- દિવસ સામાન્ય જ પસાર થશે. કોઇપણ કામ કરતા પહેલાં તેના અંગે ઊંડાણપૂર્વક જાણકારી લો. મુશ્કેલ સમયમાં કોઇ પ્રભાવશાળી વ્યક્તિની સલાહ તથા સહયોગ પણ મળી શકે છે. સમાજ સેવી સંસ્થાઓ પ્રત્યે પણ સહયોગની ભા...

  વધુ વાંચો