તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Local
 • Gujarat
 • Surat
 • મહિધરપુરા હીરાબજારના બે વેપારીઓનું 10 કરોડમાં ઉઠમણું

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

મહિધરપુરા હીરાબજારના બે વેપારીઓનું 10 કરોડમાં ઉઠમણું

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
મહિધરપુરાહીરાબજારના બે વેપારીઓએ એક દિવસમાં ઉઠમણું કરી લીધંુ હોવાની વાતે શહેરના બા્ને માર્કેટમાં મોડી સાંજથી જોર પકડ્યું હતું.અનુક્રમે 2 અને 8 કરોડના હીરા લઇને ગાયબ થઇ ગયેલા બંન્ને વેપારીઓના લીધે 30 જેટલા અન્ય હીરાવેપારીઓનું પેમેન્ટ ફસાયું હોવાનું ચર્ચાય રહ્યું છે.

મૂળ સૌરાષ્ટ્ર તેમજ દિલ્હીના એમ બે અલગ-અલગ વેપારીઓ જે સુરતના મહિધરપુરા વિસ્તારમાં આ‌વેલા હીરાબજારમાં ઓફિસ ધરાવે છે. તેમજ બંન્ને પૈકી સૌરાષ્ટ્ર મૂળનો વેપારી 2 કરોડના હીરા તેમજ દિલ્હીનો હીરાવેપારી 8 કરોડના હીરા લઇ છેલ્લાં 4 દિવસથી ગાયબ હોવાના મેસેજીસ ફરી રહ્યા હતા. જે પૈકી મોડી સાંજથી શહેરના બંન્ને માર્કેટોમાં કયા વેપારીઓના કેટલાં નાણાં ફસાયા છે. તે જાણવા ભીડ ઉમટી પડી હતી. કુલ 10 કરોડના ઉઠમણામાં 30 જટેલા વેપારીઓનું પેમેન્ટ ફસાયું હોવાનું હાલ ચર્ચાય રહ્યું છે. ગ્રીનલેન્ડની ટીએન કંપનીની નાદારીમાં નાણાં ડૂબ્યા હોવાનું પણ બંન્ને હીરાવેપારીઓના ઉઠમણાંમાં ચર્ચાયું હતું.

30 જેટલા હીરા વેપારીઓનું પેમેન્ટ ફસાયું હોવાની ચર્ચા

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજનો દિવસ વ્યસ્ત રહેશે. છેલ્લાં થોડા સમયથી તમે જે કામને લઇને કોશિશ કરી રહ્યા હતા, તેને લગતો લાભ પ્રાપ્ત થઈ શકશે. ફાયનાન્સને લગતા મહત્ત્વપૂર્ણ નિર્ણયના પોઝિટિવ પરિણામ સામે આવશે. નેગેટિવઃ- ...

  વધુ વાંચો