તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Local
 • Gujarat
 • Surat
 • રાજ્યમાં ઇઝ ઓફ ડુઇંગ બિઝનેસ માટે ઓનલાઇન પોર્ટલ શરૂ કરાયું

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

રાજ્યમાં ઇઝ ઓફ ડુઇંગ બિઝનેસ માટે ઓનલાઇન પોર્ટલ શરૂ કરાયું

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
ગુજરાતરાજ્યના ઉદ્યોગ અ્ને ખાણ વિભાગના એડિશન ચીફ સેક્રેટરી પી.એન.તનેજા સાથે સુરત દક્ષિણ ગુજરાતના ઉદ્યોગકારોની બેઠક મળી હતી. જેમાં વીજળીના દરમાં ઘટાડો તથા જીઆઇડીસી વિસ્તારની નોન પરફોર્મીંગ એસેટને પરફોર્મીંગ એસેટ તરીકે કન્વર્ટ કરવા સરકારી યોજનાઓ જાહેર કરવાની માંગણી કરવામાં આવી હતી.

સાઉથ ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા સુરત એક કાર્યક્રમ માટે સુરત આમંત્રિત કરાયેલા ઉદ્યોગ અને ખાણ વિભાગના એડિશન સેક્રેટરી પી.એન.તનેજાની સુરત તેમજ દક્ષિણ ગુજરાતના ઉદ્યોગકારોને તેમના ઉદ્યોગમાં નડતાં પ્રોસીઝર સંબંધી પ્રશ્નોના નિરાકરણ મળે તે માટે એક બેઠકનું આયોજન કરાયું હતું. જે પૈકી ઉદ્યોગકરો સરળતાથી વેપાર કરી શકે તે હેતુથી ગુજરાત ગવર્મેન્ટ દ્વારા તૈયાર કરાયેલી વેબસાઇટ ઇનવેસ્ટમેન્ટ ફેસિલિટેશન પોર્ટલ વિશે પ્રેઝેન્ટેશન મારફતે સમજૂતી આપવામાં આવી હતી. ગતમાસ દરમ્યાન તૈયાર કરાયેલા પોર્ટલ મારફતે દરેક ઉદ્યોગકાર પોતાના પ્રોજેક્ટની નોંધણી કરાવાની સાથે વેટ,જીએસટી, નક્શા મંજૂર કરાવવા,જીઆઇડીસીની મંજૂરી મેળવવાની સાથે એન.એ પાસ કરાવવા સિંગલ વિન્ડો સિસ્ટમ મેળવી શકશે. વાપી,વ્યારા તથા બારડોલીથી આવેલા ઉદ્યોગકારોએ જીઆઇડીસીના વિકાસ માટે ત્યાં સરકારી યોજના તૈયાર કરાવવાની માંગણી કરી હતી. હાલના સમયે વ્યારા ખાતે માત્ર 6 જેટલી કંપની લાંબાં સમયથી કાર્યરત છે તેના સિવાય એક પણ વધારાની કંપની નવી સ્થપાઈ નથી. ઉપરાંત ત્યાંનો કર્મચારી વર્ગ પણ સુરતમાં સ્થળાંતર થઇ રહ્યો છે. જેને પહોંચી વળવા જંત્રી દરે જમીન ફાળવી જીઆઇડીસીનો વ્યાપ બેકવર્ડ વિસ્તારમાં વધારવાની માંગ કરાઈ હતી. ત્યાંની 60 ટકા જેટલી એસેટ નોન પરફોર્મીંગ છે જેને પરફોર્મીગ એસેટ તરીકે કન્વર્ટ કરવા ઉદ્યોગકારોએ ઉદ્યોગ અને ખાણ વિભાગના એડિશન સેક્રેટરી પી.એન.તનેજા સામે માંગણી કરતાં ભાર મુક્યો હતો.

GIDCની નોન પરફોર્મીંગ એસેટને પરફોર્મીંગ કરવા ઉદ્યોગકારોની માંગણી

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- વ્યક્તિગત તથા વ્યવહારિક ગતિવિધિઓમાં સારી વ્યવસ્થા બની રહેશે. નવી-નવી જાણકારીઓ પ્રાપ્ત કરવામાં પણ યોગ્ય સમય પસાર થશે. તમારે તમારા મનગમતા કાર્યોમાં થોડો સમય પસાર કરવાથી મન પ્રફુલ્લિત રહેશે અને...

  વધુ વાંચો