તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Local
 • Gujarat
 • Surat
 • કાપડ મંત્રાલયે આંકડાઓની જાળમાં ઉદ્યોગકારોને ફરી ભેરવી નાંખ્યા

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કાપડ મંત્રાલયે આંકડાઓની જાળમાં ઉદ્યોગકારોને ફરી ભેરવી નાંખ્યા

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
22મીઓગષ્ટે ટેક્ષટાઇલકારોને મડતી સમસ્યાઓના ઉકેલ માટે ટેક્ષટાઇલ મંત્રી સ્મૃતિ ઇરાનીની હાજરીમાં દિલ્હી ખાતે મળેલી બેઠકમાં સુરત સમેત ભીંવડી, માલેગાંવ,વારણસીના વેપારીઓને 15 દિવસમાં ચાઇનીઝ ફ્રેબિક ડમ્પીંગના આંકડા મેળવી ફરી સમાધાન માટે બેઠક કરવાનું આશ્વાસન આપ્યું હતું. જૈ પૈકી ગુરૂવારે મળેલી બેઠકમાં ફરી જુની વાતને વાગોળતા ટેક્ષટાઇલકારોને નિરાશા થઇ હતી.

15 દિવસમાં રિપોર્ટ તૈયાર કરાવી પગલાં લેવાનું આશ્વાસન આપ્યા બાદ 6 સપ્ટેમ્બરે ફરી બેઠક યોજાવવાની હતી. જેની તારીખ બે વાર રદ્દ કરાયા બાદ ગુરૂવારે મળેલી સુરત,માલેગાંવ,ભીવંડી તથા વારણસીના વિવર્સ અને ટેક્ષટાઇલ સાથે સંકળાયેલા વેપારીઓની રજૂઆત સાંભળવા મુંબઇ ટેક્ષટાઇલ કમિશ્નર ઓફિસ ખાતે મળેલી બેઠકમાં કમિશ્નર કવિતા ગુપ્તાએ ચાઇનીઝ ફેબ્રિક્સની ભારતને માત્ર 3 ટકા અસર જણાવતા વેપારીઓમાં રોષ ફેલાયો હતો. જેને પગલે માલેગાંવ અને ભીવંડીથી હાજર ટેક્ષટાઇલકારોએ તેમની સમસ્યાઓનો ઉકેલ લાવવા ઉગ્ર રજૂઆત કરતાં બેઠક મોકુફ કરી દેવાતા સુરતથી હાજર વેપારી તેમજ વિવર્સને પોતાની રજૂઆતો રજૂ કરવાની તક મળી હતી.

ચાઇનાથી ભારતમાં અંડર વેલ્યુ થઇને આવતા ફેબ્રિકસના કારણે સુરતમાં તૈયાર થતાં ટેક્ષટાઇલ પ્રોડક્ટની કોસ્ટ વધુ હોવાથી તેની માંગ નીકળતી નથી. એવામાં સુરતના કુલ 2.10 લાખ જેટલા જોબવર્ક પર ચાલતા તેમજ 6 લાખ જેટલા પાવરલૂમ્સ પૈકી 70 ટકા પાવરલૂમ્સ બંધ અવસ્થામાં છે. એવામાં સુરતથી સમસ્યા લઇને ગયેલા વેપારીઓ આવેદનપત્ર આપી પરત ફરવાની નોબત આવી હતી.

સુરતના ઉદ્યોગકારોને પોતાની રજૂઆત કરવાની તક મળી

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- વર્તમાન પરિસ્થિતિઓને સમજીને ભવિષ્યને લગતી યોજનાઓ ઉપર ચર્ચા વિચારણાં કરો. પરિવારમાં ચાલી રહેલી અવ્યવસ્થાને પણ દૂર કરવા માટે થોડા મહત્ત્વપૂર્ણ નિયમ બનાવો. નેગેટિવઃ- યોજના બનાવવાની સાથે-સાથે...

  વધુ વાંચો