તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Local
 • Gujarat
 • Surat
 • શહેરનાં 11 કૃત્રિમ તળાવોમાં દોઢ કરોડ લીટર પાણી ભરાશે

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

શહેરનાં 11 કૃત્રિમ તળાવોમાં દોઢ કરોડ લીટર પાણી ભરાશે

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
સુરતમહાનગર પાલિકા દ્વારા પી.ઓ.પીની શ્રી ગણેશજીની મૂર્તિ વિસર્જન માટે સાત ઝોનમાં 11 કૃત્રિમ તળાવ સાકાર કરાયા છે. 11 કૃત્રિમ તળાવોમાં કુલ દોઢ કરોડ લીટર પાણી ભરવામાં આવશે.

પી.ઓ.પી મૂર્તિ બનાવી શકાય પરંતુ નદીમાં પી.ઓ.પી મૂર્તિ વિસર્જન નહિં કરી શકાય એવા નેશનલ ગ્રીન ટ્રીબ્યુનલ ના આદેશને પગલે પાછલા બે વર્ષથી પી.ઓ.પી મૂર્તિ ના વિસર્જન બાબતે પોલીસ, પાલિકા, જી.પી.સી.બી સહિતનું તંત્ર અવઢવમાં મુકાયું છે. જેથી સુરત મહાનગર પાલિકા દ્વારા છેલ્લા 3 વર્ષથી અલગ અલગ ઝોનમાં પી.ઓ.પી મૂર્તિ વિસર્જન માટે કૃત્રિમ તળાવ બનાવવામાં આવે છે. 11 કૃત્રિમ તળાવની કુલ ક્ષમતા 1.50 કરોડ લીટર છે. જેથી મનપા દ્વારા વિસર્જન પૂર્વે તમામ તળાવોમાં કુલ દોઢ કરોડ લીટર પાણી ભરવામાં આવશે.

11

તળાવોમાંપીઓપીની પ્રતિમાઓનું વિસર્જન કરાશે

ઝોન સંખ્યા

અઠવા3

સેન્ટ્રલ 1

વરાછા 2

લીંબાયત 1

ઉધના 1

રાંદેર 1

કતારગામ 1

કુલ 11

ઝોન વાઇઝ તળાવો

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- પોઝિટિવ બની રહેવા માટે થોડી ધાર્મિક અને અધ્યાત્મિક ગતિવિધિઓમાં સમય પસાર કરવો યોગ્ય રહેશે. ઘરની દેખરેખ તથા સાફ-સફાઈને લગતા કાર્યોમાં પણ તમે વ્યસ્ત રહી શકો છો. કોઇ વિશેષ લક્ષ્યને પ્રાપ્ત કરવા ...

  વધુ વાંચો