તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Surat
  • વધુ 4 કરોડનું કાળું નાણું, બે દિવસમાં 64 કરોડ ડિક્લેર

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વધુ 4 કરોડનું કાળું નાણું, બે દિવસમાં 64 કરોડ ડિક્લેર

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
આવકવેરાવિભાગની રેન્જ-5 દ્વારા રીંગરોડ ટેક્સટાઇલ માર્કેટની પેઢી પર હાથ ધરવામાં આવેલા સરવેમાં રૂપિયા 4 કરોડની બેનામી આવક મળી આવી હતી. સાથે બે દિવસમાં રૂપિયા 64 કરોડની બ્લેકમની બહાર આવી છે.

ગતરોજ આઇટીની રેન્જ-1, 4 અને 8 દ્વારા શહેરના બિલ્ડર, ટેક્સટાઇલ ફર્મ, કોલસાના વેપારી અને કોન્ટ્રાકટરને ત્યાં તપાસ કરીને રૂપિયા 60 કરોડનું કાળુ નાણુ શોધી કાઢયુ હતુ. દરમિયાન ગતરોજ રેન્જ-5ની ટીમ દ્વારા ન્યૂ ટેક્સટાઇલ માર્કેટમાં આવેલી મહાવીર ફેશનમાં તપાસ કરી હતી. અધિકારીઓએ સ્ટોક અને હિસાબી ચોપડાની ચકાસણી બાદ કેસ મજબૂત કર્યો હતો આથી સંચાલકોએ રૂપિયા ચાર કરોડની બેનામી આવક કબૂલ કરી લીધી હતી. આઇડીએસમાં અત્યાર સુધી જે રૂપિયા 350 કરોડનું ડિસ્કલોઝર થયું છે તેમાં ટેક્સટાઇલ માર્કેટ ગાયબ છે. અગાઉ સર્ચના રિપોર્ટ ટપાલ દ્વારા બોર્ડ સુધી મોકલાતા હતા સમય જતાં ફેક્સનો ઉપયોગ શરૂ થયો અને હવે ઇ-મેલ દ્વારા રિપોર્ટ મોકલવામાં આવે છે. તાજેતરમાં ઘણાં સર્ચ ઓપરેશન થયા છે.

ઇ-મેલ દ્વારા રિપોર્ટ: ટેક્સટાઇલ ટાર્ગેટ પર

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- વર્તમાન પરિસ્થિતિઓને સમજીને ભવિષ્યને લગતી યોજનાઓ ઉપર ચર્ચા વિચારણાં કરો. પરિવારમાં ચાલી રહેલી અવ્યવસ્થાને પણ દૂર કરવા માટે થોડા મહત્ત્વપૂર્ણ નિયમ બનાવો. નેગેટિવઃ- યોજના બનાવવાની સાથે-સાથે...

    વધુ વાંચો