તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ભાસ્કર િવશેષ

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
બેવર્ષ પહેલા શહેરના અને જૈનશાસનના ઇતિહાસમાં ખૂબ ઘણા વર્ષો બાદ 45 સામૂહિક દીક્ષાનો ઐતિહાસિક કાર્યક્રમ થયો હતો. જેમા સમગ્ર દેશભરમાંથી લાખો શ્રાવકો જોડાયા હતા. ત્યારે સુરતમાં ફરીવાર આવો લ્હાવો મળી રહ્યો છે. શનિવારે નાનપુરા ખાતે એકસાથે 34 મુમુક્ષુઓને જૈનાચાર્યો દીક્ષાના મુહૂર્ત પ્રદાન કરશે.

અંગે જૈન અગ્રણી સીએ રવિન્દ્રભાઇ શાહે જણાવ્યું કે, શ્રી શાંતિ કનક શ્વેતાંબર જૈન સંઘ નાનપુરા ખાતે અંજન-શલાકા, પદવી પ્રદાન તેમજ પ્રવ્રજ્યા અર્થાત દીક્ષા મુહૂર્ત પ્રદાનનો રત્નયત્રી મહોત્સવ અધ્યાત્મ નગરી ખાતે યોજાશે. જેમા સમગ્ર દેશભરમાંથી અંદાજે 10 હજાર જેટલા શ્રાવકોની ઉપસ્થિતિ રહેશે. 34 દીક્ષાર્થીઓ પૈકી 14 યુવક તેમજ 20 યુવતીનો સમાવેેશ થાય છે.

બે આખા પરિવાર તો બે દંપતી ઉપરાંત મુંબઇના જાણીતા વેપારી ઉપરાંત બે સગી બહેનોનો સમાવેશ થાય છે. તો સૌથી નાનો દીક્ષાર્થી એવો વીનિત પણ પોતાના માત-પિતા સાથે દીક્ષા અંગીકાર કરશે. મહોત્સવમાં પ્રશાંતમૂર્તિ જૈનાચાર્ય શાંતિચન્દ્ર સૂરિજી મહારાજાના ચરમ પટ્ટધર જૈનાચાર્ય જિનચન્દ્ર સૂરિશ્વરજી મહારાજા અને દીક્ષાના જાદૂગર,આધ્યાત્મિક દેશના દાતા જૈનાચાર્ય યોગતિલક સૂરિશ્વરજી મહારાજા નિશ્રા પ્રદાન કરશે.

ઉપરાંત કાર્યક્રમમાં સમગ્ર વિશ્વમાં દીક્ષા ધર્મને સુલભ કરનાર દીક્ષા યુગપ્રવર્તક વિશ્વવંદનીય જૈનાચાર્ય રામચન્દ્ર સૂરિશ્વરજી મહારાજાના સમૂદાય વતી જૈનાચાર્ય નરચન્દ્ર સૂરિશ્વરજી મહારાજ અને જૈનાચાર્ય અજિતસેન સૂરિશ્વરજી પણ ઉપસ્થિત રહેશે.

45 સામૂહિક દીક્ષાના ઐતિહાસિક કાર્યક્રમ બાદ દીક્ષાના ભવ્ય કાર્યક્રમનો લાભ મોરખીયા પરિવાર દ્વારા લેવામાં આવ્યો છે. કાર્યક્રમ બાદ બપોરે 2:30 કલાકે સંઘ વતી તમામ મુમુક્ષુ રત્નનોનું સન્માન કરવામાં આવશે. ડિસેમ્બરમાં યોજાનાર દીક્ષા સુધી 34 દીક્ષાનો આંકડો હજુ વધી શકે છે.

34 દીક્ષાર્થીઓમાં બે દંપતીઓ સહિત 14 યુવક, 20 યુવતીનો સમાવેેશ

આજે 34 મુમુક્ષુઓને દીક્ષાના મુહૂર્ત પ્રદાન થશે

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- પોઝિટિવ બની રહેવા માટે થોડી ધાર્મિક અને અધ્યાત્મિક ગતિવિધિઓમાં સમય પસાર કરવો યોગ્ય રહેશે. ઘરની દેખરેખ તથા સાફ-સફાઈને લગતા કાર્યોમાં પણ તમે વ્યસ્ત રહી શકો છો. કોઇ વિશેષ લક્ષ્યને પ્રાપ્ત કરવા ...

  વધુ વાંચો