તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વરેલીની 2 મહિલા સહિત 3નાં મોત, મૃતાંક 15

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
સુરતકડોદરા રોડ પર વરેલી ગામ ખાતે સર્જાયેલી લઠ્ઠાકાંડની ઘટના બાદ બે મહિલા સહિત વધુ ત્રણના મોતની ઘટના બાદ ફફડાટ ફેલાયો છે. લઠ્ઠાકાંડમાં વરેલીમાં એક મહિલા, કડોદરામાં એક મહિલા અને એક અજાણ્યા ઈસમ સહિત ત્રણના મોત, એક વ્યક્તિએ આંખ ગૂમાવી છે. અત્યાર સુધી કુલ 15ના મોત બાદ છેવટે ગૃહવિભાગ હરકતમાં આવ્યું છે.

નિયોલ બાદ સુરત શહેર અને હવે વરેલી ખાતે શંકાસ્પદ મોતની ઘટનાઓ શરૂ થઈ હતી. વરેલીમાં 4 સપ્ટેમ્બરે 2 યુવકના મોત થયા હતાં. ત્યારબાદ 7મી સપ્ટેમ્બરે 3, 8મી સપ્ટેમ્બરે 1નું ઉપરાંત 9મી સપ્ટેમ્બરે 6 તેમજ 10 સપ્ટેમ્બરે 3 વ્યક્તિના મોત થતાં કુલ આંક 15 પર પહોંચ્યો હતો. કડોદરાના મુકેશ પાંડેએ આંખ ગૂમાવી છે. શુક્રવારે વરેલીના એક યુવકે આંખ ગૂમાવી હતી. ડીડીઓ કે.રાજેશે શનિવારે વરેલી ગામની મુલાકાત લીધી હતી. મૃતકોના રીપોર્ટ એફએસએલ માટે મોકલાયા હતા તથા તમામ મૃતકોને ત્વરિતે સંકટમોચન યોજના હેઠળ 10 હજાર રુપિયાની સહાયતા આપી છે. ક્રાઇમ બ્રાંચના જોઇન્ટ સીપી ખુરશીદ અહેમદએ જણાવ્યુ હતુ કે એફએસએલના રિપોર્ટના આધારે ગુનો દાખલ કરાઇ ગયો છે. નિષ્પક્ષ તપાસ થાય તે માટે તપાસ પણ ક્રાઇમ બ્રાંચને સોંપાઇ છે. જવાબદારોને શોધીને તપાસ કરાશે.

8 જેટલા મૃતકના વિશેરા લેવાયા

કઇ 3 વ્યક્તિ સારવાર હેઠળ

30 સભ્યોની મેડિકલ ટીમ

વરેલીમાં થયેલા લઠ્ઠાકાંડ બાદ અગ્રણીઓ અને અધિકારી ઘટના સ્થળની મુલાકાતે.

વરેલી-કડોદરાના મૃતકોની યાદી

નીતાબેહનશંકરભાઈ રાઠોડ (30)(રહે. વરેલી મહાદેવ ફળિયા), બેનકી બચુ નાયકા (50) (રહે. કડોદરા હનુમાન ફળિયા), અજાણ્યો ઈસમ (40)

પોલીસના પાપે ગાંધીના ગુજરાતમાં ગામડે-ગામડે દારૂની રેલમછેલ

સમગ્ર ઘટના પર CMની સતત નજર, તમામ મૃતકોને ત્વરિત સંકટમોચન યોજના હેઠળ 10 હજાર રૂપિયાની સહાય, અસરગ્રસ્તોને મફત સારવાર

લઠ્ઠા

કાંડ

રેન્જ આઈજી અને જિલ્લા પોલીસવડાએ આઠ જેટલા મૃતકના વિશેરા ફોરેન્સીક લેબ સુરત ખાતે મોકલી આપ્યા છે. જેમ બને તેમ જલદી કારણ બહાર લાવવા તાત્કાલિક રિપોર્ટ આપવા જણાવ્યું હોવાનું જાણવા મળ્યું છે. જે ત્રણ વ્યક્તિના મોત થયા હતાં તેમનું પણ ફોરેન્સીક પીએમ થશે, કરવાનો નિર્ણય લીધો છે.

રાજકુમાર શાહુ (રહે. શાંતિ નગર, વરેલી)એ 48 કલાક પહેલા દારૂ પીધા બાદ ચક્કર આવી ઝાડા ઉલટી થતાં સિવિલમાં દાખલ. રામચંદ્ર શ્રીનિવાસ પાસવાન (રહે. વરેલી દત્તકૃપા સોસાયટી), મુકેશ પાંડે (રહે. વરેલી)ને પણ ગંભીર હાલતમાં હોસ્પિટલમાં લઈ જવાયો હતો. મુકેશને આંખે દેખાતું ઓછું થઈ ગયું છે.

શનિવારે વરેલીમાં 30 સભ્યોની મેડિકલ ટીમ ઉતારી નમૂના લઇ તેના પરીક્ષણ માટે કાર્યવાહી શરૂ કરી દીધી છે. જિલ્લા વિકાસ અધિકારી અને ઈન્ચાર્જ કલેક્ટર કે. રાજેશ શનિવારે વરેલી આવી મેડિકલ અધિકારી સાથે મિટિંગ કર્યા બાદ ગામની મુલાકાત લીધી હતી. એસડીએમ યોગરાજસિંહ ઝાલા પણ વરેલી પહોંચ્યા હતાં.

લઠ્ઠાકાંડની ચોથી ઘટના | વધુ ત્રણ વ્યક્તિનાં મોતથી વરેલી પંથક હચમચી ઊઠ્યું

30 હજાર લોકોનો સરવે કરાયો

^ શુક્રવારથી વરેલીમાં 24 કલાક આરોગ્યની ટીમ મુકી 30 હજારથી પણ વધુ લોકોનો સરવે થયો છે. જે લોકો શંકાસ્પદ જણાયા હતા તેમની સારવાર કરાઈ રહી છે. જેઓ ગંભીર છે તેમને સુરત અથવા નજીકની હોસ્પિટલમાં સારવાર મળે તેવી વ્યવસ્થા ગોઠવાઈ છે. > મેઘામહેતા, જિલ્લાઆરોગ્ય અધિકારી

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આર્થિક સ્થિતિમાં સુધાર લાવવા માટે તમે તમારી કોશિશમાં થોડો પરિવર્તન લાવશો અને તેમાં તમને સફળતા પણ મળશે. થોડો સમય ઘરના બગીચામાં તથા બાળકો સાથે પસાર કરવાથી માનસિક સુકૂન મળી શકશે. કોઇ મિત્ર સાથે...

  વધુ વાંચો