તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

લંબોદરની પ્રતિમાને રૂપિયા 1,11,111નો શાહી શણગાર

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
ગણેશચતુર્થીમાંમંડળો ગણેશજીની પ્રતિમા પાછળ ધૂમ રૂપિયા ખર્ચી ભારે શણગાર કરવામાં આ‌વે છે. ત્યારે સરથાણા જકાતનાકા પાસે આવેલી વર્ણીરાજ સોસાયટીમાં ગણેશજીની પ્રતિમાને આશરે રૂા.1,11,111 હીરા ઝવેરાત લગાડી પ્રતિમાનો શણગાર કરવામાં આવ્યો છે.

સરથાણા નજીક વ્રજચોક રોડની વર્ણીરાજ સોસાયટીમાં સ્થાપિત કરાયેલા ગણેશજીને સવા લાખ હીરાનો શણગાર કરવામાં આવ્યો છે. મોંઘેરા શણગાર અંગે મંડળના સભ્ય સુરેશભાઈએ દિવ્ય ભાસ્કરને જણાવ્યું હતું કે, દર વર્ષની જેમ વર્ષે પણ મંડળ દ્વારા ગણેશજીની માટીની પ્રતિમાને સ્થાપનાના પાંચ દિવસ પહેલા સોસાયટીમાં લવાઈ હતી. પ્રતિમા શણગારવા સોસાયટીમાં ડ્રેસિંગ રૂમ બનાવવામાં આવ્યો હતો. જેમાં સોસાયટીની મહિલાઓએ જાતે ક્રીએટિવ આઈડિયાનો ઉપયોગ કરી પ્રતિમા ઉપર સૂંઢ, બાજુબંધ, હાર, કાન પર રજવાડી કુંડળ સહિતના સુશોભનમાં સવા લાખ જેટલા હીરા ઝવેરાતનો ઉપયોગ કરી પ્રતિમાનું સુશોભન કર્યું હતું. ઉપરાંત સોસાયટીની મહિલાઓએ પ્રતિમાની હાથ પર મૂકાયલો લાડુ પણ ઓરિજનલ માટીથી બનાવ્યો છે. વિસર્જન માટે નીકળેલા ભક્તોને ગુંદી, ગાઠિયા અને પાણીનો પ્રસાદ આપવાની તૈયારીઓ અત્યારથી શરૂ કરી દેવામાં આવી છે.

સોસાયટીમાં આઠ એપાર્ટમેન્ટ છે

^ દસ દિવસ દરમિયાન ગણેશજીની સવાર સાંજ બન્ને સમયે આરતી કરવામાં આવે છે. જેમાં મોટી સંખ્યામાં સોસાયટીના રહેવાસીઓ એકઠા થાય છે. જેથી દરેક લોકોને આરતીનો લાભ મળી રહે તે માટે અલગ અલગ દિવસ પ્રમાણે તેમની વ્યવસ્થા કરી કાર્ડ છાપવામાં આવ્યાં છે. > પ્રતિકગજેરા, સોસાયટીનારહેવાસી

સરથાણાની વર્ણીરાજ સોસા.ના મોંઘેરાં ગણેશ

સૂંઢ, બાજુબંધ પર રજવાડી કુંડળ સહિતના સુશોભનમાં લાખો હીરા-ઝવેરાત વપરાયાં

સહકાર |સોસાયટીમાં તમામ રહેવાસીઓનો સહકારથી મળતો હોવાથી ગણેશજીની આરતી બાદ સામાજિક સેવાના કાર્યો પણ કરવામાં આવે છે. બેટી બચાઓ બેટી પઢાઓના સંદેશા, સત્યનારાયણ ભગવાનની કથા, રક્તદાન- અંગ દાન અંગે લોકોમાં જાગૃતિ આવે તેવા કાર્ય થાય છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- પોઝિટિવ બની રહેવા માટે થોડી ધાર્મિક અને અધ્યાત્મિક ગતિવિધિઓમાં સમય પસાર કરવો યોગ્ય રહેશે. ઘરની દેખરેખ તથા સાફ-સફાઈને લગતા કાર્યોમાં પણ તમે વ્યસ્ત રહી શકો છો. કોઇ વિશેષ લક્ષ્યને પ્રાપ્ત કરવા ...

  વધુ વાંચો