તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Local
 • Gujarat
 • Surat
 • 3 સભ્યોની સમિતિને 3 દિવસમાં રિપોર્ટ સોંપવા ગૃહનો આદેશ

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

3 સભ્યોની સમિતિને 3 દિવસમાં રિપોર્ટ સોંપવા ગૃહનો આદેશ

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
ગાંધીનગર| સુરતજિલ્લામાં સાત દિવસમાં 15 જેટલી વ્યક્તિના અકુદરતી મૃત્યુની સરકારે ઉચ્ચ સ્તરીય તપાસના આદેશ આપ્યા છે. આની પાછળ લઠ્ઠાકાંડ જવાબદાર હોવાની પણ શંકા સેવાઈ છે. કાયદો અને વ્યવસ્થાના એડીઆઈજી, નશાબંધી વિભાગના આઈએએસ અને ફોરન્સીક સાયન્સના વડા સહિતની ત્રણ સભ્યોની તપાસ સમિતિ રચી છે. જેને ત્રણ દિવસમાં પોતાનો રિપોર્ટ સુપરત કરવા ગૃહ વિભાગે આદેશ કર્યો છે. અંગે વિગતો આપતાં ગૃહ રાજ્યમંત્રી પ્રદીપસિંહ જાડેજાએ કહ્યું કે, ...અનુ. પાનાં નં.13

પ્રકારના અકુદરતી મૃત્યુની માહિતી મળતાં મુખ્યમંત્રીએ તેની સઘન તપાસની સૂચના આપી. જેના પગલે એડીઆઈજી વી એમ પારગી, નશાબંધી અને આબકારી નિયામક બી કે કુમાર અને ફોરેન્સીક સાયન્સ લેબોરેટરીના નિયામક ડૉ. એમ એસ દહિયાની તપાસ સમિતિ રચવામાં આવી છે.

તેમણે કહ્યું કે, મૃત્યુ પામનાર પ્રત્યેક વ્યક્તિના લોહીના નમૂનાના પરીક્ષણ ઉપરાંત વીશેરાની પણ તપાસ થશે. નમૂના સુરતની રિજિયોનલ ફોરેન્સિક સાયન્સ લેબને મોકલી આપવામાં આવ્યા છે. ઉપરાંત, તમામ અસરગ્રસ્તોની તબીબી સારવારનો ખર્ચ રાજ્ય સરકારે ભોગવવાનો પણ નિર્ણય કર્યો છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજનો દિવસ વ્યસ્ત રહેશે. છેલ્લાં થોડા સમયથી તમે જે કામને લઇને કોશિશ કરી રહ્યા હતા, તેને લગતો લાભ પ્રાપ્ત થઈ શકશે. ફાયનાન્સને લગતા મહત્ત્વપૂર્ણ નિર્ણયના પોઝિટિવ પરિણામ સામે આવશે. નેગેટિવઃ- ...

  વધુ વાંચો