દીવાલના અભાવે પરવટ ગામમાં પાણી ઘૂસ્યાં

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ઇન્ફ્રાસ્ટ્રકચર રિપોર્ટર | સુરત

શહેરઅને જિલ્લામાં પડેલા વરસાદને કારણે મીઠીખાડીનુ લેવલ ભયજનક હોવાના લીધે પુણા કુંભારીયાના નીચાણવાળા વિસ્તારમાં પાણી ફરી વળ્યા હતા. તેમજ પ્રમાણે ખાડીની બંને તરફ પર્વત પાટીયા બ્રિજની નીચેના ભાગે દિવાલ નહીં હોવાના કારણે ત્યાં પણ નીચાણવાળા વિસ્તારમાં ખાડીના પાણી ફરી વળ્યા હતા.

મીઠી ખાડીના પાણી પુણા કુંભારીયાના નીચાણવાળા વિસ્તારમાં ફરી વળ્યા હોવાની જાણ થતા પાલિકાના અધિકારીઓ, જિલ્લા પંચાયત અને સુડાના અધિકારીઓ પુણા કુંભારીયા ખાતે દોડી ગયા હતા. વિસ્તારોમાં 10 પરિવારોનું સ્થળાંતર કરવામાં આવ્યું છે. જ્યારે તેઓના ફુડ પેકેટની પણ તાત્કાલિક વ્યવસ્થા કરાય હતી. ઉપરાંત શહેરીમાંથી પસાર થતી મીઠી ખાડીની બંને તરફે દિવાલ બનાવવાનુ 80 ટકા જેટલુ કામ પુરૂ થઇ ગયુ છે. જ્યારે પર્વત પાટીયા બ્રિજની નીચેના ભાગેથી પણ આસપાસના વિસ્તારમાં કેટલીક જગ્યાએ પાણી ફરી વળ્યા હતા, જેને કારણે સ્થાનિકોને ભારે મુશ્કેલી વેઠવાનો વારો આવ્યો હતો.

બારડોલી પંથકના વરસાદથી સુરતની ખાડીઓમાં પાણીનાં સ્તર વધી ગયાં છે. શુક્રવારે ખાડીઓનાં પાણી આસપાસની શાળા, પંપિંગ સ્ટેશન, સરકારી કર્વોટર્સ, ઘરોમાં ઘૂસી ગયાં હતા. તસવીર-હેતલશાહ

ચિંતા | ઉપરવાસ-ગ્રામ્ય વિસ્તારોના વરસાદથી મીઠી ખાડીમાં પાણી વધી જતાં પુણા-કુંભારિયાના નીચાણવાળા વિસ્તારોમાં પાણી ફરી વળ્યાં, 10 પરિવારોનું સ્થળાંતર

જય ભવાની કંપનીના બાંધકામે મોકાણ સર્જી

મીઠીખાડીનાવહેણને અવરોધીને જય ઇન્ડસ્ટ્રીઝના જવાબદારોએ બાંધકામ કર્યું છે. પાલિકા, સુડા અને જિલ્લા પંચાયતનો સ્ટાફ પુણા કુંભારીયા ખાતે ગયો ત્યારે ચોંકાવનારી હકીકતો બહાર આવી હતી. તેના કારણે ગામવાસીઓએ પણ ઇન્ડસ્ટ્રીઝના જવાબદારોએ કરેલા બાંધકામને કારણે પુણા કુંભારીયા વિસ્તારમાં ખાડીનુ પાણી પ્રવેશ્યુ હોવાની રજૂઆત પણ કરી હતી. તેથી તાત્કાલિક જય ભવાની ઇન્ડસ્ટ્રીઝ દ્વારા ખાડીને વહેણને અવરોધીને કરવામાં આવેલા બાંધકામને દુર કરવા માટેના આદેશ પણ અપાયા છે.

{ જિલ્લાના વરસાદને કારણે મીઠીખાડીનું લેવલ ભયજનક

{ 20 ટકા કામ અધૂરું છોડનારી પાલિકાએ ફૂડ પેકેટ બનાવ્યા

દીવાલના સહારે જવા મજબૂર

બાળકોએ 6 ફૂટની દીવાલ ઓળંગવી પડી

અન્ય સમાચારો પણ છે...