પાંડેસરામાં દેશી પિસ્તોલ સાથે એક પકડાયો

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પાંડેસરામાંદેશી હાથ બનાવટની પિસ્તોલ સાથે એકને એસઓજીએ ઝડપી પોલીસે બે જીવતા કારતૂસ કબજે લીધા હતા.

પોલીસના સ્પેશ્યલ ઓપરેશન ગ્રૃપ (એસઓજી)ને બાતમી મળી હતી કે, પાંડેસરામાં ભેસ્તાન ચોકીની પાછળ આવેલી સુંદરનગર સોસાયટીમાં રહેતો અને મૂળ ઓરિસ્સાનો વતની બાબુપ્રદીપ ઉર્ફે બાબુ દીનબંધુ બહેરા પાસે એક પિસ્તોલ છે. પીએસઆઈ એ. પી. બ્રહ્મભટ્ટે સ્ટાફના પોલીસકર્મીઓ સાથે વોચ ગોઠવી પાંડેસરા વિસ્તારમાંથી બાબુપ્રદીપને ઝડપી પાડ્યો હતો. સંચા મશીનમાં કામ કરતા યુવાન પાસેથી પોલીસે રૂ. 25,700ની કિંમતની પિસ્તોલ અને બે જીવતા કારતૂસ કબજે લઈ પાંડેસરા પોલીસના હવાલે કર્યો હતો.

અન્ય સમાચારો પણ છે...