તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Local
 • Gujarat
 • Surat
 • ભગવાન મહાવીર કોલેજમાં ટેકનોવેશન 2017 શરૂ, 13 કોલેજે ભાગ લીધો

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ભગવાન મહાવીર કોલેજમાં ટેકનોવેશન-2017 શરૂ, 13 કોલેજે ભાગ લીધો

4 વર્ષ પહેલા
 • કૉપી લિંક
જંકબ્રેઈન ગેમ બે રાઉન્ડમાં યોજવામાં આવી હતી. જેમાં પહેલા રાઉન્ડમાં 10 બાય 10 ઈંચના ચોરસ બોક્સમાં અપ-ડાઉન, લેફ્ટ-રાઇટ પોઝીશનમાં પાંચ લેટર સંતાડાયા હતા, જેમાં વિદ્યાર્થીઓએ 60 સેકન્ડમાં લેટર શોધ્યા હતા. સેકન્ડ રાઉન્ડમાં વિદ્યાર્થીઓને લેટરમાં પાંચ કરન્ટ અફેર્સ આધારિત પ્રશ્નો પુછવામાં આવ્યા હતા, જેના વિદ્યાર્થીઓએ 120 મિનિટમાં ઉતર આપ્યા હતા. જંક બ્રેઈનમાં 40 વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો.

મિનિટ ટુ વિન ગેમમાં 15 જેટલી જુદી-જુદી ગેમ જેવી કે ફુગ્ગા ફુલાવવા, બુર્જ ખલીફા, પિક બીંદીં, થ્રેડ એન્ડ મિડલ, કાર્ડ પેલેસ, ગ્લાસ અેરેન્જમેન્ટ જેવી રમતોનો સમાવેશ કરવામાં આવ્યો હતો, જેમાં 35 વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. ગેમમાં વિદ્યાર્થીઓએ એક મિનિટમાં 20 થી 25 ફુગ્ગા ફુલાવ્યા હતા.

સિટી રિપોર્ટર @srt_cbસુરતનીભગવાન મહાવીર કોલેજ ઓફ એન્જીનિયરીંગ અને ટેકનોલોજીના પોલિટેકનિક વિભાગના વિદ્યાર્થીઓ દ્વારા 20 અને 21 માર્ચ દરમિયાન‘ઈન્ટર કોલેજ ટેકનિકલ ફેસ્ટ ટેકનોવેશન 2017’ નું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં ભગવાન મહાવીર સાથે જોડાએલી અન્ય 13 એન્જીનિયરીંગ કોલેજના 1000 જેટલા વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. જેમાં કાઉન્ટર સ્ટ્રાઈક, ક્વિઝ કોમ્પિટેશન, મિનિટ ટુ વીન ઈટ, કાર્ડ બિલ્ડીંગ, પોસ્ટર પ્રેઝન્ટેશન, રેઝીસ્ટર હન્ટ, ઈ-ટ્રેઝર હન્ટ, રોબો-રેસ , જંક બ્રેઈન , મોડલ પ્રેઝન્ટેશન, ટ્રેઝર હન્ટ, જેન્ગા , ટેક ટોક , મોસ્ટ વોન્ટેડ, મિની મિલીટીયા અને સ્ટાર્ટ અપ ચેલેન્જ જેવી 15 ટેકનિકલ ઈવેન્ટ યોજાઈ હતી.

1000 વિદ્યાર્થીઓ રમ્યા 15 ટેકનિકલ રમતો !!

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- વ્યક્તિગત તથા વ્યવહારિક ગતિવિધિઓમાં સારી વ્યવસ્થા બની રહેશે. નવી-નવી જાણકારીઓ પ્રાપ્ત કરવામાં પણ યોગ્ય સમય પસાર થશે. તમારે તમારા મનગમતા કાર્યોમાં થોડો સમય પસાર કરવાથી મન પ્રફુલ્લિત રહેશે અને...

  વધુ વાંચો